Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

શાકિબ અલ હસન ટુંક સમયમાં કોઇપણ એક ફોર્મેટમાંથી નિવૃતિ લેશે

બાયોબબલથી કંટાળી ગયો બાંગ્લાદેશી ક્રિકેટર

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબ અલ હસન ટૂંક સમયમાં ક્રિકેટના કોઈપણ એક ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે.  તેણે આની પાછળ બાયો બબલને જવાબદાર ગણાવ્યો છે.  ૨૦૦૬માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર ઓલરાઉન્ડર શાકિબે કહ્યું છે કે બાયો બબલના કારણે તે હવે ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો છે. તેણે કહ્યું કે બાયો બબલ તેના માટે જેલ સમાન છે અને તેની પરિવાર સાથેના તેના સંબંધો પર ઊંડી અસર પડે છે.  તે કયા ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે તે નક્કી કરવાનું બાકી છે કારણ કે એકસાથે ત્રણેય ફોર્મેટ રમવું લગભગ અશક્ય છે.

શાકિબે હું એવું નથી કહેતો કે હું ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈશ.  એવું પણ બની શકે છે કે હું ૨૦૨૨ ટી૨૦ વર્લ્ડ કપ પછી ટી ૨૦ ઇન્ટરનેશનલ રમવાનું બંધ કરી દઉં.  હું ટેસ્ટ અને વનડે રમી શકું છું.  પરંતુ ત્રણ ફોર્મેટમાં રમવું લગભગ અશક્ય છે.

(2:48 pm IST)