Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

મહિલાએ એકશ્વાસે ૯૦ મીટર અન્‍ડર-આઇસ સ્‍વિમિંગ કરીને બનાવી દીધો નવો વર્લ્‍ડ રેકોર્ડ

લંડન, તા.૨૫: સાઉથ આફ્રિકાની મહિલા અંબર ફિલરીએ બે વર્ષ પહેલાં બનાવેલા બરફથી છવાયેલા તળાવની નીચે શ્વાસ રોકીને સૌથી વધુ સમય તરવાનો પોતાનો જ રેકોર્ડ તોડ્‍યો હતો. એક કલાકાર, મોટિવેશનલ સ્‍પીકર તથા પ્રોફેશનલ સ્‍વિમર એવી અંબરે ૨૦૨૦ની પાંચમી માર્ચે નોર્વેના વિકેનના કોન્‍ગ્‍સબર્ગમાં ૯૦ મીટર સુધી તરીને આ સિદ્ધિ મેળવી હતી. દરમ્‍યાન તેણે કોઈ પણ ડા ઇવિંગ સૂટ પણ પહેર્યો નહોતો. ૨૦૨૦માં પણ તે ૭૦ મીટર જેટલું તરી હતી. અંબરના નામે આ ઉપરાંત એક જ શ્વાસમાં પાણીની નીચે ૧૦૯.૬૦ મીટર જેટલો ચાલવાનો રેકોર્ડ પણ છે જે તેણે ઇજિપ્તના દાહેબમાં બનાવ્‍યો હતો.

આ રેકોર્ડ બનાવવા માટે તેણે સ્‍થાનિક સ્‍વિમિંગ-પૂલમાં શ્વાસ રોકવાની તાલીમ લીધી હતી. એ ઉપરાંત જિમમાં થોડી કસરત અને રનિંગ પણ કર્યું હતું. શરીરને ઠંડીની આદત પડે એ માટે તે પાંચ દિવસ બર્લિન રહી હતી. ત્‍યાર બાદ નોર્વે જઈને જયાં રેકોર્ડ તોડવાનો હતો એ તળાવમાં જ પ્રેક્‍ટિસ શરૂ કરી હતી. અગાઉના રેકોર્ડ કરતાં ૨૦ મીટર વધુ તે તરી હતી.

(3:36 pm IST)