Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

ટીમ ઈન્‍ડિયામાં વાપસી મારા હાથમાં નથી, હાલ તો IPLમાં જ ફોકસ

હાલના પ્રદર્શનથી ખુશઃ હાર્દિક

નવીદિલ્‍હીઃ આ વખતના આઈપીએલમાં ઘણા દિગ્‍ગજ અને વરિષ્‍ઠ ખેલાડીઓ તેમના સંપૂર્ણ રંગમાં જોવા મળ્‍યા નથી.  રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્‍દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહ જેવા દિગ્‍ગજ ખેલાડીઓનું ફોર્મ ચિંતાનું કારણ છે. બીજી તરફ એક એવો ખેલાડી પણ છે જે લાંબા સમયથી ટીમ ઈન્‍ડિયાની બહાર ચાલી રહ્યો છે, પરંતુ હવે તે વાપસીનો સૌથી મોટો દાવેદાર છે.  આ ખેલાડીઓ છે - હાર્દિક પંડ્‍યા.   ગુજરાત ટાઇટન્‍સનું સુકાન સંભાળી રહેલો હાર્દિક પંડ્‍યા માત્ર પોતાની ટીમને સતત જીત અપાવી રહ્યો નથી, પરંતુ પોતે પણ સારૂં પ્રદર્શન કરી રહ્યો છે.  જો કે, તેમ છતાં તેનું ધ્‍યાન ટીમ ઈન્‍ડિયામાં પરત ફરવા પર નથી, પરંતુ અત્‍યારે ગુજરાત માટે સારું કરવા પર છે.

 ગુજરાતના કેપ્‍ટને કહ્યું, પ્રથમ તો મને નથી લાગતું કે તે (ભારતીય ટીમમાં વાપસી) મારા હાથમાં છે અને બીજું હું વાપસી પર ધ્‍યાન કેન્‍દ્રિત કરતો નથી.  હું જે મેચ રમું છું તેના પર ધ્‍યાન કેન્‍દ્રિત કરું છું.

 આ સિઝનમાં સતત ત્રણ અડધી સદી ફટકારીને બેટથી પોતાનું જોરદાર પ્રદર્શન બતાવી રહેલા હાર્દિકે ભવિષ્‍ય અંગે ટિપ્‍પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, અત્‍યારે હું આઈપીએલમાં રમી રહ્યો છું અને મારૂં ધ્‍યાન આઈપીએલ પર જ છે. ૅ  તો ચાલો જોઈએ કે ભવિષ્‍ય આપણને કયાં લઈ જાય છે.  તે હજી મારા હાથમાં નથી.  હું જે ટીમ માટે રમું છું તેના પર ધ્‍યાન કેન્‍દ્રિત કરું છું.  અમે સારૂં કરી રહ્યા છીએ અને હું ખૂબ ખુશ છું.

(5:57 pm IST)