Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

દિલધડક મેચમાં દિલ્‍હીએ ૪ રનથી ગુજરાતને હરાવ્‍યું : છેલ્લી ઓવર સુધી ભારે રસાકસી

ઋષભ પંતે ૪૩ બોલના ૮૮ રનની ઇનિંગ રમી : મોહિત શર્માએ ૪ ઓવરમાં ૭૩ રન આપ્‍યા

મુંબઈ , તા. રપ :  અક્ષર પટેલ અને રિષભ પંતની અડધી સદીના કારણે દિલ્‍હી કેપિટલ્‍સે ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૨૨૪ રન બનાવ્‍યા છે. દિલ્‍હી તરફથી કેપ્‍ટન રિષભ પંતે સૌથી વધુ ૮૮ રન બનાવ્‍યા હતા.

   પ્રથમ બેટિંગ કરવા આવેલી દિલ્‍હી કેપિટલ્‍સની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પાવરપ્‍લેમાં જ ટીમે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર પળથ્‍વી શૉ ૭ બોલમાં ૧૧ રન બનાવીને આઉટ થયો હતો, ફ્રેઝર ૧૪ બોલમાં ૨૩ રન બનાવીને આઉટ થયો હતો. આ બંને વચ્‍ચે પ્રથમ વિકેટ માટે ૩૫ રનની ભાગીદારી થઈ હતી. શાઈ હોપ માત્ર ૫ રન બનાવી શકયો હતો. આ પછી અક્ષર પટેલ અને ઋષભ પંત વચ્‍ચે સદીની ભાગીદારી થઈ હતી. બંને વચ્‍ચે ચોથી વિકેટ માટે ૬૮ બોલમાં ૧૧૩ રનની ભાગીદારી થઈ હતી. અક્ષર પટેલ ૪૩ બોલમાં ૬૬ રન બનાવીને આઉટ થયો હતો. કેપ્‍ટન ઋષભ પંતે ૪૩ બોલમાં ૮૮ રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં તેણે ૫ ફોર અને ૮ સિક્‍સર ફટકારી હતી. ગુજરાત ટાઇટન્‍સ તરફથી સંદીપ વારિયરે ત્રણ વિકેટ ઝડપી હતી. મોહિત શર્માએ ૪ ઓવરમાં ૭૩ રન આપ્‍યા હતા.

   ગુજરાત ટાઇટન્‍સને જીતવા માટે છેલ્લી ઓવરમાં ૧૯ રનની જરૂર હતી. રાશિદ ખાને પ્રથમ બે બોલ પર ચોગ્‍ગા ફટકારીને ટીમની જીતની આશા જગાવી હતી. મુકેશ કુમાર ત્રીજા અને ચોથા બોલ પર કોઈ રન આપી શકયો નહોતો. રાશિદે પાંચમા બોલ પર સિક્‍સર ફટકારી હતી. છેલ્લા બોલ પર જીત માટે પાંચ રનની જરૂર હતી પરંતુ ગુજરાતની ટીમ માત્ર એક રન બનાવી શકી હતી.

(11:41 am IST)