Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

માહિ સામે બોલરો હજુ પણ અલગ રણનીતિ બનાવે છે : હસી

નવી દિલ્‍હી : ૪૨ વર્ષનાᅠમહેન્‍દ્ર સિંહ ધોનીએ આઇપીએલમાં હમણાં સુધીની પાંચ ઇનિંગ્‍સમાં ૮૭ રન બનાવ્‍યા છે. પાંચેપાંચ ઇનિંગ્‍સમાં નોટઆઉટ રહેલા ધોનીના ભવિષ્‍યને લઈને ચેન્નઈ સુપર કિંગ્‍સના બેટિંગ કોચ માઇકલ હસીએ કહ્યું કે માહીમાં હજી પણ બોલરોને પછાડવાની ક્ષમતા છે. માહી તેની કારકિર્દીમાં એવા સ્‍થાને છે જયાં તે ક્રિકેટની મજા માણી રહ્યો છે. તેણે ટુર્નામેન્‍ટ પહેલાં સખત મહેનત અને સારી તૈયારી કરી હતી. અલબત્ત બોલરો તેની સામે અલગ-અલગ વ્‍યૂહરચના ઘડી રહ્યા છે, કારણ કે તે કદાચ અત્‍યાર સુધીનો સર્વશ્રેષ્ઠ ફિનિશર છે. બોલરો હજી પણ તેની સામે અલગ રણનીતિ અપનાવે છે. ભવિષ્‍યમાં પણ બોલરો માટે તેની સામે બોલિંગ કરવી મુશ્‍કેલ બનશે.

(3:31 pm IST)