Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ZIMBABWE ના ક્રિકેટરની TWEET ના કારણે 24 કલાકમાં જ ટીમને મળી ગયો સ્પોન્સર

નવી દિલ્લીઃ ઝિમ્બાબ્વેના ક્રિકેટર રાયન બર્લે પોતાના બૂટની તસ્વીરો ટ્વિટ કરતા લખ્યું હતું કે, કોઈ છે જે ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના બૂટને સ્પોન્સર કરવા ઈચ્છે છે. જેનાથી દરેક મેચ પછી અમારે આમારા બૂટને ગુંદરથી ચોંટાડવા ના પડે. ભારતીય ક્રિકેટ બોર્ડ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે અને તેના ખેલાડીઓને બોર્ડ તરફથી તો વાર્ષિક કોન્ટ્રાક્ટ પેટે કરોડો રૂપિયા મળે છે. પરંતુ આ સાથે સ્પોન્સર્સ કંપનીઓ પાસેથી પણ અઢળક રૂપિયા મળે છે. જોકે, કેટલીક ટીમ એવી છે જેના ક્રિકેટર્સને રૂપિયા તો પૂરતા મળતા નથી. પરંતુ સાથે સાથે યોગ્ય કિટ પણ મળતી નથી.  ઝિમ્બાબ્વે આવી જ એક ટીમ છે. જોકે, આ ટીમના એક ખેલાડીએ કરેલી ભાવુક ટ્વિટના કારણે તેની આખી ટીમને સ્પોન્સરશીપ મળી ગઈ છે.

વાત એવી છે કે ઝિમ્બાબ્વેના ક્રિકેટર રાયન બર્લે પોતાના બૂટની તસ્વીરો ટ્વિટ કરતા લખ્યું હતું કે, કોઈ છે જે ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના બૂટને સ્પોન્સર કરવા ઈચ્છે છે. જેનાથી દરેક મેચ પછી અમારે આમારા બૂટને ગુંદરથી ચોંટાડવા ના પડે. આ ટ્વિટ ઘણી વાયરલ પણ થઈ હતી. ત્યારે, આ ટ્વિટના 24 કલાકની અંદર જ આખી ઝિમ્બાબ્વેની ટીમને તેમનો સ્પોન્સર મળી ગયો છે. વિશ્વની અગ્રણી સ્પોર્ટ્સ ગીયર બનાવતી કંપની પૂમાએ ટીમને સ્પોન્સર કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ પોતાના ટ્વિટર પેજ પર આ જાણકારી આપી હતી.

રાયન બર્લ 2017થી ઝિમ્બાબ્વે તરફથી ક્રિકેટ રમે છે. ચાર વર્ષની પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેણે 3 ટેસ્ટ, 18 વન-ડે અને 25 T-20 મેચ રમી છે. બર્લે વન-ડે ક્રિકેટમાં 243 રન કર્યા છે અને સાત વિકેટ પણ ઝડપી છે. જ્યારે T20માં તેણે 393 રન નોંધાવવાની સાથે 15 વિકેટ લીધી છે.

(5:00 pm IST)