Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ટીમના ક્રિકેટરો ઈંગ્લેન્ડના પ્રવાસ પૂર્વે ક્વોરેન્ટાઈન

ટીમ ઈન્ડિયા બે જૂને ઈંગ્લેન્ડના પ્રવાસે રવાના થશે : ટીમના ખેલાડી ૧૯ મેથી ક્વોરેન્ટાઈન કરાયા છે, કેપ્ટન વિરાટ કોહલીને હાલમાં અલગ રાખવામાં આવ્યો છે

નવી દિલ્હી, તા. ૨૫ : ભારતીય ક્રિકેટ ટીમ બે જુને ઈંગ્લેન્ડના પ્રવાસે જવા રવાના થશે. પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને પછી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની સિરિઝ રમશે.

પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ક્વોરેન્ટાઈન કરી દેવાયા છે. ટીમના ખેલાડીઓ ૧૯ મેથી ક્વોરેન્ટાઈન કરાયા છે. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીને હાલમાં અલગ રાખવામાં આવ્યો છે.એનુ કારણ છે કે, વિરાટ ગઈકાલે કવોરેન્ટાઈન માટેના બાયોબબલમાં પ્રવેશ્યો છે અને નિયમ પ્રમાણે તેણે સાત દિવસ બીજા ખેલાડીઓથી અલગ રહેવુ પડશે. પછી તે ટીમ સાથે ક્વોરેન્ટાઈનમાં જોડાઈ શકશે.

ટીમ ઈન્ડિયા ક્વોરેન્ટાઈનમાં ૧૪ દિવસ રહ્યા બાદ જૂને ઈંગ્લેન્ડ જવા રવાના થશે. ક્રિકેટરોને પ્રેક્ટિસ અને વર્કઆઉટ માટે ક્વોરેન્ટાઈનમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે બોર્ડ પ્રવાસ માટે કોઈ જોખમ લેવા માંગતુ નથી. સૂત્રોના કહેવા પ્રમાણે ખેલાડીઓ કોરોના વેક્સીનની પહેલી ડોઝ લઈ ચુકયા છે. બહુ જલ્દી તેમને બીજો ડોઝ પણ આપવામાં આવશે.

ઈંગ્લેન્ડ પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયા બીજા ૧૦ દિવસ માટે ક્વોરેન્ટાઈનમાં રહેશે. પછી ૧૮ જૂનથી ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચનો પ્રારંભ થશે.

(8:14 pm IST)