Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

દેશમાં ઓલિમ્‍પિકસના અભિયાનને વધુ મજબૂત બનાવવા આતુર છું: નીતા અંબાણી

નવી દિલ્‍હીઃ ઈન્‍ટરનેશનલ ઓલિમ્‍પિક કમિટિ (આઈઓસી)નાં મેમ્‍બર નીતા અંબાણીએ આઈઓસી દ્વારા ઓડિશામાં શરૂ કરાયેલા ભારતના પ્રથમ ‘ઓલિમ્‍પિક વેલ્‍યુઝ એજયુકેશન પ્રોગ્રામ' (ઓવીઈપી)ને બિરદાવતાં કહ્યું, ‘ઓલિમ્‍પિક પાછળ ઉત્‍કૃષ્‍ટતા, આદર અને મૈત્રીની ભાવના રહેલી છે.' યુવા વર્ગમાં આ ભાવના લાવવા માટે આઈઓસીએ ઓવીઈપીની રચના કરી છે.

નીતા અંબાણીએ ૨૦૨૩માં આઈઓસીના સભ્‍યોની વાર્ષિક બેઠક ભારતમાં  યોજાયએ માટેની રજૂઆત કરનારા પ્રતિનિધિ મંડળનું નેતૃત્‍વ કર્યું,  ‘હું દેશમાં ઓલિમ્‍પિક ચળવળને વધુ મજબૂત બનાવવા માટે ઉત્‍સુક છું.'

(3:01 pm IST)