Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

વેલીયન્ટ ક્રિકેટર વિપુલ નારીગરાએ 2000 પરિવારને રાશન પોહચડવાનો નીર્ધાર કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આમ તો સમગ્ર દેશમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે જેને કારણે ઘણા લોકો સંકડામણમાં જોવા મળી રહ્યા છે જેમાં ખાસ તો રોજ કમાઈને ગુજરાન ચલાવતા લોકોને વધુ તકલીફ પડી રહી છે જેમાં હાલમાં આંશિક લોકડાઉન ચાલી રહ્યો હોવાથી કામ ધંધા માં મંદી છે, અને  હાલમાં જ તોઉ તે વાવાઝોડાએ અમરેલી,રાજુલા સાહિત અનેક ઠેકાણે તારાજી સર્જી હતી જેમાં પણ ઘણા લોકોના ઘર વાવાઝોડામાં નષ્ટ થઈ ગયા છે જેમાં બેઘર થયેલા લોકો ને જમવાની અને બીજી ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વેલીયન્ટ ક્રિકેટર વિપુલ નારીગરા આવા લોકો ની પડખે આવ્યા છે વિપુલ કે જે ડુંગર ગામના વતની છે

 જોકે રાજુલા વિસ્તારમાં રહેતા વિપુલભાઈના ઘરે પણ વાવાઝોડાની અસર દેખાય આવી હતી છતાં તેમણે 2000 જેટલા પરિવાર ને રાશન પહોંચાડવા નો નીર્ધાર કર્યો છે આમ તો વિપુલ નારીગરા હંમેશા લોકોની મદદ એ આવતા હોય છે એના સોશિયલ મીડિયાના વેરીફાયડ એકાઉન્ટ પર પોતાના દ્વારા કરેલા સેવકાર્યોને લોકો સુધી પહોંચે જ છે જેને કારણે ઘણા બૉલીવુડ સેલિબ્રિટી અને ક્રિકેટર પણ તેમના આ કાર્યો ને વખાણતા હોઈ છે હાલ માં 2000 પરિવારને રાશન પહોંચાડવાનો જે નિર્ણય કર્યો છે તે નિર્ણય નો પણ લોકો એ સ્વીકાર્યો છે વાવાઝોડામાં અને કોરોના મહામારીમાં લોકોને પડતી તકલીફો ઘણી છે તેવા સમયે વિપુલભાઈનો આ નાનકડો પ્રયાસ જરૂરિયાતમંદ લોકોને રાહત આપી શકે તેમ છે,અને તેમના આ સેવાકાર્ય પરથી બીજા લોકો પણ મદદ માટે આગળ આવે એટલા માટે તેમનો આ પ્રયાસ સરહાનીય છે.

(11:29 am IST)