Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

ઇંગ્લેન્ડની તુલનાએ યુએઇ બીસીસીઆઇની પહેલી પસંદ

જો કે અંતિમ નિર્ણય ૨૯મીએ મળનારી બીસીસીઆઇની બેઠકમાં લેવાશે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ IPLની બાકી રહેલી ૩૧ મેચને લઈ ૩ સપ્તાહની વિંડો શોધી લીધી છે. આ મેચ ૧૮ અથવા ૧૯ સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ શકે છે.   ૨૧ દિવસની અંદર લીગ રાઉન્ડમાં ૭ સિંગલ, ૧૦ ડબલ હેડર મેચ યોજાઈ શકે છે. આ ઉપરાંત કવોલિફાયર-૧, કવોલિફાયર-૨, એલિમિનેટર અને ફાઈનલ સહિત ૪ પ્લે-ઓફ મેચ પણ રમાશે. BCCIના એક સિનિયર અધિકારીએ આ અંગે માહિતી આપી હતી.

અગાઉ પણ બોર્ડે આ મેચ માટે ૨ ઓપ્શન અંગે વિચારણા કરી હતી. તેમા ઈંગ્લેન્ડ અને શ્ખ્ચ્નો સમાવેશ થતો હતો. જોકે, BCCIનાCEO હેમંગ અમીનની પહેલી પસંદગી UAE હતી. તેમનું માનવું છે કે ત્યાં અગાઉ પણ IPL રમાઈ ચુકી છે અને ઈંગ્લેડની તુલનામાં UAE સસ્તુ પણ છે. IPL ૨૦૨૧ સિઝને કુલ ૬૦ પૈકી ૨૯ મેચ બાદ કોરોનાને લીધે તે મોકૂફ રાખવી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સિઝનની શરૂઆત પણ UAEમાં ૧૯ સપ્ટેમ્બરમાં થઈ હતી.

 જોકે, તેની સત્તાવાર જાહેરાત ૨૯ મેના રોજ BCCIની સ્પેશિયલ જનરલ મીટિંગ બાદ જ થઈ શકે છે. આ મીટિંગ બાદ કઈ મેચ ક્યાં અને કઈ તારીખે રમાશે તે અંગે જાહેરાત થઈ શકે છે. 

(1:04 pm IST)