Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ક્રિકેટરોના વાર્ષિક કોન્‍ટ્રાકટની જાહેરાતઃ જાડેજા-હાર્દિક પ્રમોશન : રાહુલને નુકશાન

BCCIએ ઓક્‍ટોબર ૨૦૨૨થી સપ્‍ટેમ્‍બર ૨૦૨૩ સુધીના ખેલાડીઓના વાર્ષિક કરારની જાહેરાત કરીકોન્‍ટ્રાક્‍ટ મુજબ A+ ગ્રેડમાં વાર્ષિક રૂ.૭ કરોડ, A ગ્રેડમાં રૂ.૫ કરોડ, B ગ્રેડમાં રૂ.૩ કરોડ અને C ગ્રેડમાં રૂ.૧ કરોડ અપાય છે

નવી દિલ્‍હી, તા.૨૭ : BCCIએ ઓક્‍ટોબર ૨૦૨૨થી સપ્‍ટેમ્‍બર ૨૦૨૩ સુધીના ખેલાડીઓના વાર્ષિક કરારની જાહેરાત કરી દીધી છે. ૪ ખેલાડીઓને A+ ગ્રેડમાં રખાયા છે. તો ૫ ખેલાડીઓને A ગ્રેડમાં સામેલ કરાયા છે. ૬ ખેલાડીઓ ગ્‍ ગ્રેડમાં અને ૧૧ ખેલાડીઓ C ગ્રેડમાં લેવાયા છે. આ વખતે માત્ર રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્‍દ્ર જાડેજાને A+ ગ્રેડમાં રખાયા છે.

હાર્દિક પંડ્‍યા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્‍મદ શમી, ઋષભ પંત અને અક્ષર પટેલને A ગ્રેડમાં સામેલ કરાયા છે, તો ચેતેશ્વર પુજારા, લોકેશ રાહુલ, શ્રેયસ અય્‍યર, મોહમ્‍મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલને ગ્‍ ગ્રેડમાં રખાયા છે. ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, દીપક હુડા, યુઝવેન્‍દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્‍ટન સુંદર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ અને કે.એસ.ભરત Cસી ગ્રેડમાં રખાયા છે. બીસીસીઆઈ A+ ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક રૂ.૭ કરોડ, A ગ્રેડના ખેલાડીઓને રૂ.૫ કરોડ, B ગ્રેડના ખેલાડીઓને રૂ.૩ કરોડ અને C ગ્રેડના ખેલાડીઓને રૂ.૧ કરોડ ચૂકવે છે.

રવિન્‍દ્ર જાડેજા પહેલા A ગ્રેડમાં હતો, હવે તેનો A+ ગ્રેડમાં સમાવેશ કરાયો છે. તો હાર્દિક પંડ્‍યાને C ગ્રેડમાંથી A ગ્રેડમાં લવાયો છે. જયારે અક્ષર પટેલને પણ B ગ્રેડમાંથી A ગ્રેડમાં સામેલક રાયો છે. તો ઘણા સમયથી ખરાબ પ્રદર્શન કરી રહેલા લોકેશ રાહુલને A માંથી B ગ્રેડમાં ખસેડાયો છે. સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલને C માંથી B ગ્રેડમાં, જયારે શાર્દુલ ઠાકુર Bમાંથી C ગ્રેડમાં સામેલ કરાયો છે. અજિંક્‍ય રહાણે અને ઈશાંત શર્મા પહેલા B ગ્રેડમાં હતા. આ વખતે બંનેને BCCI કોન્‍ટ્રાક્‍ટમાંથી બહાર કરી દેવામાં આવ્‍યા છે.

ઈશાન કિશન, દીપક હુડા, કુલદીપ યાદવ, સંજુ સેમસન, અર્શદીપ સિંહ અને કે.એસ.ભરત અગાઉ કેન્‍દ્રીય કોન્‍ટ્રાક્‍ટનો હિસ્‍સો ન હતા. જોકે આ ખેલાડીઓને આ વખતે C ગ્રેડનો કોન્‍ટ્રાક્‍ટ અપાયો છે. તો ભુવનેશ્વર કુમાર, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, મયંક અગ્રવાલ અને દીપક ચહર અગાઉ C ગ્રેડમાં હતા, જેઓ કોન્‍ટ્રાક્‍ટમાંથી બહાર કરી દેવાયા છે. (૨૨.૭)

કયો ખેલાડી કયો ગ્રેડ અપાયો ?

A+ ગ્રેડમાં ૪ ખેલાડીનો સમાવેશ

રોહિત શર્મા

વિરાટ કોહલી

જસપ્રિત બુમરાહ

રવિન્‍દ્ર જાડેજા

A ગ્રેડમાં ૫ ખેલાડીઓ

હાર્દિક પંડયા

રવિચંદ્રન અશ્વિન

મોહમ્‍મદ શમી

રિષભ પંત

અક્ષર પટેલ

B ગ્રેડમાં ૬ ખેલાડીઓ સામેલ

ચેતેશ્વર પૂજારા

લોકેશ રાહુલ

શ્રેયસ અય્‍યર

મોહમ્‍મદ સિરાજ

સૂર્યકુમાર યાદવ

શુભમન ગિલ

C ગ્રેડમાં ૧૧ ખેલાડીઓ

ઉમેશ યાદવ

શિખર ધવન

શાર્દુલ ઠાકુર

ઈશાન કિશન

દીપક હુડ્ડા

યુઝવેન્‍દ્ર ચહલ

કુલદીપ યાદવ

વોશિંગ્‍ટન સુંદર

સંજુ સેમસન

અર્શદીપ સિંહ

કે.એસ.ભરત

(10:33 am IST)