Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી શ્રેણી સાથે ભારતમાં 8 મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું પુનરાગમન : વાનખેડે સ્ટેડિયમમાં દર્શકોને ફરી એકવાર પ્રવેશ મળશે

મુંબઇ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી શ્રેણી સાથે ભારતમાં 8 મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું પુનરાગમન થયું.17 નવેમ્બરથી T20 સીરિઝ સાથે, ટીમ ઈન્ડિયા અને વિશ્વ ક્રિકેટના અન્ય સ્ટાર્સની સ્પર્ધા ભારતીય મેદાન પર ફરી શરૂ થઈ ગઈ છે.

આ શ્રેણીની સાથે દર્શકો પણ ભારતીય સ્ટેડિયમોમાં પરત ફર્યા હતા. જયપુર, રાંચી અને કોલકાતામાં રમાયેલી T20 મેચોમાં સ્ટેડિયમમાં દર્શકો સંપૂર્ણ ક્ષમતા સાથે જોવા મળ્યા હતા અને કાનપુરમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પણ આ જ સિલસિલો ચાલુ છે.પરંતુ મુંબઈમાં રમાનારી બીજી ટેસ્ટ મેચમાં આવું નહીં થાય. વાનખેડે સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ માટે દરરોજ માત્ર 25 ટકા દર્શકોને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે. જેણે ચાહકો તેમજ મુંબઈ ક્રિકેટ એસોસિએશનને નિરાશ કર્યા છે.

(3:49 pm IST)