Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

IND vs PAK: ભારત અને પાકિસ્તાન ફરી ટકરાશે: એશિયા કપ હોકી 23 મેના રોજ રમાશે

નવી દિલ્હી: ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત એશિયા કપ મેન્સ હોકી ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં 23 મેના રોજ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. આ ટુર્નામેન્ટ 23 મે થી 1 જૂન સુધી રમાશે. ટૂર્નામેન્ટના પહેલા દિવસે છેલ્લી મેચમાં ભારત અને પાકિસ્તાન એકબીજા સાથે ટકરાશે. ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય ટીમને જાપાન, પાકિસ્તાન, ઈન્ડોનેશિયાની સાથે પૂલ Aમાં રાખવામાં આવી છે. પૂલ બીમાં મલેશિયા, કોરિયા, ઓમાન અને બાંગ્લાદેશ છે. પાકિસ્તાન બાદ ભારત 24 મેના રોજ જાપાન સામે રમશે. છેલ્લી પૂલ મેચમાં તેને 26 મેના રોજ ઈન્ડોનેશિયા સામે રમવાનું છે. આ ટુર્નામેન્ટ સુપર4 પૂલ ફોર્મેટમાં રમાશે. દરેક પૂલમાંથી ટોચની બે ટીમો આગળના તબક્કામાં જશે. ફાઈનલ 1 જૂને થશે. ભારત અને પાકિસ્તાન ત્રણ-ત્રણ વખત એશિયા કપ જીત્યા છે જ્યારે દક્ષિણ કોરિયાએ ચાર વખત એશિયા કપ જીત્યો છે. ભારતે 2003માં કુઆલાલંપુર, 2007માં ચેન્નાઈ અને 2017માં ઢાકામાં ખિતાબ જીત્યો હતો.

(5:53 pm IST)