Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું

નવી દિલ્હી: દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ICC T20 વર્લ્ડ કપની સુપર 12 મેચમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 154 રન બનાવ્યા હતા જેના જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 17મી ઓવરમાં જ 155 રન બનાવી લીધા હતા. મેચના હીરો ડેવિડ વોર્નરે 65 રન બનાવી ટીમને જીત અપાવી હતી. શ્રીલંકા તરફથી વાનિન્દુ હસરંગાએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી. આ સાથે જ દાસુન શનાકાને એક વિકેટ મળી હતી. રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે તોફાની શરૂઆત કરી હતી અને પાવર પ્લેમાં જ 60થી વધુ રન બનાવ્યા હતા. આ દરમિયાન એરોન ફિન અને વોર્નર વચ્ચે 70 રનની ભાગીદારી થઈ હતી. આ પછી ફિન્ચ 23 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 37 રન બનાવીને 7મી ઓવરમાં હસરંગાના હાથે આઉટ થયો હતો. આ પછી ગ્લેન મેક્સવેલ (5) વહેલો આઉટ થયો હતો. ત્યારબાદ સ્ટીવ સ્મિથ (28) અને વોર્નર (65)એ મળીને ટીમને જીત અપાવી હતી.

(6:03 pm IST)