Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

ભારતીય મહિલા ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રીતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

હરમનપ્રીત કૌર પોતાના ઘરમાં આઈસોલેટ થઈ : દક્ષિણ આફ્રિકા સામેની વન ડે આંતરરાષ્ટ્રીય શ્રેણી રમી હતી

નવી દિલ્હી : ભારતીય મહિલા ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર કોવિડ -19 ટેસ્ટમાં પોઝિટિવ આવી છે. હરમન પોતાના ઘરમાં આઈસોલેટ થઈ છે. હરમનપ્રીત કૌર તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા સામેની વન ડે આંતરરાષ્ટ્રીય શ્રેણીનો ભાગ રહી હતી. તાજેતરમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, યુસુફ પઠાણ, બદ્રીનાથ અને ઇરફાન પઠાણ પણ કોવિડ -19 ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે

(11:14 am IST)