Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

IPL 2021: શ્રેયસ ઐય્યરની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલ્સની કમાન હવે કોના હાથમાં ? : પંત, પૃથ્વી અને રહાણે દાવેદાર

આર અશ્વિન, સ્ટીવ સ્મિથ અને અજીંક્ય રહાણે કેપ્ટન બનવાની રેસમાં

IPL 2021 માં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐય્યર રમી શકનાર નથી. ખભાની ઇજાને લઇને તે હવે IPL ની આગામી સિઝનને ગુમાવી ચુક્યો છે. ઐયર ઇંગ્લેંડ સામેની વન ડે આંતરરાષ્ટ્રીય સિરીઝ દરમ્યાન ઇજા પામ્યો હતો. ઐયરની ઇજાને લઇને સર્જરીની સ્થિતીને લઇને હવે તે લાંબા સમય સુધી ક્રિકેટ થી દુર રહીને આરામ પર રહેશે. આમ તે હવે લાંબા સમય સુધી મેદાન પર પરત નહી ફરી શકે. આમ આ દરમ્યાન હવે સૌથી મોટો સવાલ એ પેદા થયો છે કે, હવે દિલ્હીનો કેપ્ટન કોણ હોઇ શકે છે. શ્રેયસ ઐયરના વિકલ્પ ટીમમાં વધારે હોવાને લઇને હવે ટીમ સામે વધારે મુંઝવણ ભરી સ્થિતી સર્જાઇ છે કે, ટીમની આગેવાની કોને સોંપવામાં આવે.

દિલ્હીની ટીમમાં ઋષભ પંત, પૃથ્વી શો, આર અશ્વિન, સ્ટીવ સ્મિથ અને અજીંક્ય રહાણે કેપ્ટન બનવાની રેસમાં છે. જેમાં અશ્વિન અને રહાણે બંને પાસે આઇપીએલમાં કેપ્ટનશીપનો અનુભવ છે. તો વળી પૃથ્વી શો પણ હાલમાં જ મુંબઇ ની ટીમને વિજય હજારે ટ્રોફી જીતાડી ચુક્યો છે. ઋષભ પંત ટીમનો વાઇસ કેપ્ટન છે, આમ તે પણ કેપ્ટન બની શકે છે. પંત આ દિવસોમાં શાનદાર ફોર્મમાં છે અને સાથે જ વિકેટકીપરની ભૂમિકા પણ નિભાવી રહ્યો છે. આમ તેને કેપ્ટન બનાવવાની ચર્ચા સૌથી વધારે વર્તાઇ રહી છે. પંત ને ઓન ફિલ્ડ સલાહ આપવા માટે સ્મિથ, અશ્વિન અને રહાણે જેવા સિનીયર ખેલાડીઓ પણ સાથે રહેશે.

આણ તો શ્રેયસ ઐયરનુ ટુર્નામેન્ટ થી બહાર રહેવુ જ દિલ્હી કેપિટલ્સ માટે મોટા ઝટકા રુપ સ્થિતી છે. ઐય્યર ની કેપ્ટનશીપમાં પાછળની સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી. દિલ્હી કેપિટલ્સની પ્રથમ મેચ 10 એપ્રિલ એ રમાનારી છે. તે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ વાળી ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાનારી છે

(1:22 pm IST)