Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

રેફરીના નિર્ણયથી રોનાલ્ડો થયો ગુસ્સેઃ મેદાન છોડી દીધુ

ગોલ થયો હોવા છતાં રેફરીએ નકારી કાઢયો હતોઃ પોર્ટુગલ- સર્બિયા વચ્ચે મેચ ડ્રો થયો હતો

નવીદિલ્હીઃ પોર્ટુગલ અને સર્બિયા વચ્ચે રમાયેલ એક ફૂટબોલ  મેચમાં પોર્ટુગલનો કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગ્રાઉન્ડ રેફરી પર ગુસ્સે થયો હતો અને ગુસ્સામાં તે આર્મબેન્ડ ફેંકીને મેદાનની બહાર જતો રહ્યો હતો. આ મેચ ૨-૨ના પરિણામથી ડ્રો રહી હતી. આ મેચ ૨૦૨૨ ફિફા વર્લ્ડ કપ કવોલિફાયર માટે રમાઈ રહી હતી. જેમાં ગોલલાઈન ટેકિનક અને વિડીયો- રિવ્યુનો ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો.મેચની અંતિમ ક્ષણોમાં સ્પષ્ટ દેખાઈ  રહ્યું હતું કે બોલ ગોલ- પોસ્ટની અંદર જતો રહ્યો હતો, પણ સર્બિયન ડિફેન્ડર સ્ટીફન મિટ્રોવિકે લપસીને પગ વડે ગોલ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. રોનાલ્ડોના મતે આ ગોલ હતો, પણ ડચ રેફરીએ એ નકારી કાઢયો  અને જયારે રોનાલ્ડો તેની સાથે વાત કરવા ગયો ત્યારે તેને યલો કાર્ડ બતાવવામાં આવ્યું હતું. આ વાતથી ગુસ્સે ભરાયેલી રોનાલ્ડો આર્મબેન્ડ ફેંકીને ગુસ્સામાં મેદાનની બહાર જતો રહ્યો હતો.

(4:11 pm IST)