Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

બેટસમેન રેન્કિંગમાં વિરાટ કોહલીટોચ પર, જસપ્રિતબુમરાહને નુકશાન

આઈસીસીના વન-ડે રેક્નિંગ જાહેર થયા : ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાએ બેટ્સમેનોની રેન્કિંગમાં કારકિર્દીનો સર્વોચ્ચ ક્રમાંક મેળવ્યો : રાહુલ ૨૭મા સ્થાને

દુબઈ, તા. ૩૧ : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી વન-ડે રેક્નિંગમાં બેટ્સમેન રેક્નિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે ઝડપી બોલર જસપ્રિત બુમરાહને એક સ્થાનનું નુકસાન થયું છે અને તે ચોથા ક્રમે આવી ગયો છે. વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રવિવારે સમાપ્ત થયેલી ત્રણ મેચની સિરીઝની પ્રથમ બે વન-ડેમાં અનુક્રમે ૫૬ અને ૬૬ રન નોંધાવ્યા હતા. હવે તેની પાસે ૮૭૦ રેક્નિંગ પોઈન્ટ થઈ ગયા છે.

જ્યારે ઈંગ્લેન્ડ સામેની ટી૨૦ અને વન-ડે સિરીઝમાં બ્રેક લેનારા જસપ્રિત બુમરાહને નુકસાન થયું છે. બુમરાહે પોતાના લગ્ન માટે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ બાદ બ્રેક લીધો હતો. તેણે સ્પોર્ટ્સ એક્નર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા છે. લગ્નના કારણે બુમરાહ ટી૨૦ અને વન-ડે સિરીઝમાં રમ્યો ન હતો. જેના કારણે વન-ડેમાં બોલર્સ રેક્નિંગમાં તેને એક સ્થાનનું નુકસાન થયું છે. તે હવે ૬૯૦ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.

ભારતીય વન-ડે ટીમનો ઉપસુકાની અને સ્ટાર ઓપનર રોહિત શર્મા ત્રીજા ક્રમે છે. જયારે પાકિસ્તાનનો બાબર આઝામ પ્રથમ સ્થાને છે. બીજી વન-ડેમાં શાનદાર સદી નોંધાવનારો લોકેશ રાહુલ ૩૧માથી ૨૭મા સ્થાને આવી ગયો છે. ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાએ બેટ્સમેનોની રેક્નિંગમાં કારકિર્દીનો સર્વોચ્ચ ક્રમાંક મેળવ્યો છે. તે ૪૨મા સ્થાને આવી ગયો છે. જ્યારે રિશભ પંત ટોપ-૧૦૦મા સામેલ થયો છે.

ભારતના અન્ય બોલર્સમાં ભુવનેશ્વર કુમારને ફાયદો થયો છે. તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ત્રીજી મેચમાં ૪૨ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર નવ સ્થાનના કૂદકા સાથે ૧૧મા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે શાર્દૂલ ઠાકુર પણ ૯૩માથી ૮૦મા ક્રમે પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડના ઓલ-રાઉન્ડર બેન સ્ટોક્સને પણ ફાયદો થયો છે. બીજી વન-ડેમાં ૫૨ બોલમાં ૯૯ રનની ઈનિંગ્સ રમનારો સ્ટોક્સ ઓલ-રાઉન્ડર યાદીમાં બીજા ક્રમે છે. જ્યારે ભારત સામે શાનદાર પ્રદર્શન કરનારો જોની બેરસ્ટો બેટ્સમેન રેક્નિંગમાં સાતમાં ક્રમાંકે આવી ગયો છે.

 

(8:07 pm IST)