Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

ઓપનીંગ સેરેમનીમાં આકાશમાં ૧૫૦૦ ડ્રોન ઉડશેઃ અદભુત દ્રશ્‍યો સર્જાશે

ધોની અને હાર્દિક હીરોની સ્‍ટાઇલમાં એન્‍ટ્રી કરશે

અમદાવાદઃ આઇપીએલની ઓપનિંગ સેરેમનીમાં ડ્રોન શો યોજાશે. આકાશમાં ૧૫૦૦ ડ્રોન ઊડશે અને અદભુત દૃશ્‍યો સર્જાવાની સાથે દર્શકોને રોમાંચક નઝારો જોવા મળશે. એટલું જ નહી,  મ્‍યુઝિક અને ફોક ડાન્‍સ સાથે મહેન્‍દ્રસિંહ ધોની અને હાર્દિક પંડયાની હીરો સ્‍ટાઇલમાં ડિઝાઇનર ગોલ્‍ફ કાર્ટમાં સ્‍ટેડિયમમાં એન્‍ટ્રી થશે.

બન્ને કેપ્‍ટનના કાર્ટની આજુબાજુ ૧૫૦ જેટલા ફોક આર્ટિસ્‍ટ ડાન્‍સ કરતા કરતા બન્ને ટીમના કેપ્‍ટનને સ્‍ટેજ સુધી લઇ જશે. એ માટે ચેન્નઇથી જે  કલાકારોને બોલાવાયા છે એ ધોનીની કાર્ટની આજુબાજુ અને ગુજરાતના કલાકારો હાર્દિક પંડયાના કાર્ટની આજુબાજુ ડાન્‍સ કરશે અને ધમાકેદાર એન્‍ટ્રી સાથે તેમને  અને ધમાકેદાર એન્‍ટ્રી સાથે તેમને સ્‍ટેજ સુધી લઇ જશે. મ્‍યુઝિક સાથે ધોની અને હાર્દિકની એન્‍ટ્રી થશે

(4:05 pm IST)