Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

પીએસએલ શરૂ થવામાં થઈ શકે છે વિલંબ

નવી દિલ્હી: જો ખેલાડીઓ, અધિકારીઓ અને બ્રોડકાસ્ટર્સ મોડેથી આવે તો પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) ફરી શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. હવે ટૂર્નામેન્ટ અબુધાબીમાં જૂનના પહેલા અઠવાડિયામાં શરૂ થવાને બદલે 9 જૂનથી યોજાઈ શકે છે. કોરોના કેસને કારણે પીએસએલની આ સીઝન માર્ચથી મુલતવી રાખવામાં આવી હતી.પાંચ ક્રિકેટરો, બે દક્ષિણ આફ્રિકાના કોચ અને આઠ ભારતીય બ્રોડકાસ્ટર્સ શનિવારે પહોંચ્યા હતા અને તેમને ક્વોરેન્ટાઇન જવું પડ્યું હતું. આ ઉપરાંત ક્વેટા ગ્લેડીયેટર્સના કેપ્ટન સરફરાઝ અહેમદ સહિત 11 ખેલાડીઓ અને અધિકારીઓને દોહા થઈને અબુધાબી આવવા દેવામાં આવ્યા ન હતા અને હવે તેને બહિરીન રવાના કરવામાં આવશે. વિઝાની રાહ જોતા આ લોકોને ઘરે મોકલવામાં આવ્યા છે.

(5:10 pm IST)