<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

એડવોકેટ નાનજીભાઇ ખીમસુરીયાનો આજે જન્‍મ દિવસ

રાજકોટઃ જીલ્લાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ એવા એડવોકેટ શ્રી ખીમસુરીયા નાનજીભાઇ રૂડાભાઇનો આજે તા. ૬ના જન્‍મ દિવસ છે. તેઓનો જન્‍મ રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના લોધીકા ગામે થયેલ. બીએએલએલ.બી. સુધીનો અભ્‍યાસ કરી રાજકોટને પોતાની કર્મભુમી બનાવી વકીલાત ક્ષેત્રે કારકીર્દી શરૂઆત કરી તેઓ રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળમાં છેલ્લા ૧૪ વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. ઉપરાંત શ્રી અમી મહિલા હસ્‍તકલા ઉત્‍પાદન અને વેચાણ સહકારી મંડળી લીમીટેડ રાજકોટના છેલ્લા ૧૭ વર્ષથી મંત્રી તરીકે તથા શ્રી નેશનલ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટી રાજકોટના ચેરમેન તરીકે છેલ્લા છ વર્ષથી સેવા આપી રહ્યા છે. તેઓના જન્‍મ દિવસે તેઓના (મો. ૯૮૭૯પ ૯૯રર૦/૮૭૮૦૯ ૭૪૩પ૭) ઓફીસ નં. ૭૭, ૩જો માળ, સમૃદ્ધિ ભવન, ગોંડલ રોડ રાજકોટ ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(4:02 PM IST)