<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

શ્રી રાજકોટ જૈન તપગચ્‍છ સંઘના પ્રમુખ જીતુભાઈ ચા વાળાનો જન્‍મ દિવસ : ૭૩માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ, તા.૧૪: રાજકોટના ૧૯૮ વર્ષ પ્રાચીન તીર્થ માંડવી ચોક દેરાસર, શ્રી મણીયાર દેરાસર, શ્રી જાગનાથ દેરાસર, શ્રી પટણી દેરાસરના પ્રમુખ જીતુભાઇ દેસાઈ(ચા વાળા)નો આજે જન્‍મદિન છે. તેઓ ૭૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેઓ રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીના પૂર્વ પ્રમુખ/સેક્રેટરી તથા શ્રી જૈન ક્રેડીટ કો. ઓ. સોસાયટીના ચેરમેન તરીકે કાર્યરત છે. જૈન-જૈનેતરોમાં બહોળુ મિત્ર વર્ગ ધરાવતા જીતુભાઈ (મો.૯૪૨૭૨ ૧૪૭૧૦)ને સગા-સંબંધી, મિત્રવર્ગની શુભેચ્‍છા મળી રહી છે.

(11:50 AM IST)