<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

ખંભાળીયાના પત્રકાર-જીલ્લા આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખ હિતેન્દ્રભાઇ આચાર્યનો જન્મદિન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૬: ખંભાળિયાના અગ્રણી તથા સિનિયર પત્રકાર હિતેન્દ્રભાઇ આચાર્યનો આજે તા. ૧૬-પ-ર૪ના જન્મદિન છે.

તા. ૧૬-પ-૬૪માં જન્મેલા હિતેન્દ્રભાઇએ તેમની કારિકર્દી ખંભાળિયાની વિજય હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ૧૯૮૭માં શરૂ કરેલી ડી.કે.વી. કોલેજ તથા દ્વારકા શારદાપીઠ બી. એડ્. કોલેજના અભ્યાસુ તેમણે જિંદગીમાં શિક્ષક-આચાર્ય તરીકે ૭૦૦૦ છાત્રોનું ઘડતર કર્યું હતું.

જામનગર જિલ્લા આચાર્ય સંઘમાં છ પ્રમુખો સુધી બીન હરીફ સતત જિલ્લા મહામંત્રીનો રેકોર્ડ સર્જનાર તેમણે દ્વારકા જિલ્લામાં પણ ૧૦ વર્ષ સુધી મહામંત્રી, અધ્યક્ષ તથા પ્રમુખની ફરજ તથા પરીક્ષા કન્વીનરની પણ ફરજ બજાવી હતી તો જિલ્લા સંકુલ સંયોજક, રમતગમત કન્વીનર પણ હતા તથા રાજય આચાર્ય સંઘના પ્રવકતા તથા મીડીયા કન્વીનર તરીકે પણ કામગીરી કરી હતી.

દ્વારકા જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે દ્વારકા જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી, જિલ્લા ભાજપ મીડીયા કન્વીનર તથા રામનાથ ગૌશાળા સહિત અનેક સંસ્થાઓમાં સેવા આપતા હિતેન્દ્રભાઇ આચાર્ય જાગૃત પત્રકાર, જાગૃત સમાજ સેવક, આજીવન શિક્ષક તરીકેનો રોલ ઉમદા રીતે ૬૦ વર્ષે પણ નિભાવી રહ્યા છે. વૃક્ષારોપણ તથા વૃક્ષ ઉછેરમાં તેમને અનેક વખત એવોર્ડ પણ પ્રાપ્ત થઇ ચુકયા છે તો પ્રિન્સીપાલ તરીકે ફરજમાં હજારો વૃક્ષો તેમના છાત્રો દ્વારા વાવેલા આજે વટવૃક્ષો બન્યા છે!! ફોનઃ ૯૮ર૪ર ૩પ૮પ૯

(1:41 PM IST)