<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઇ અંદરપાનો જન્‍મદિન

 (ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા,તા. ૧૭: ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઇ અંદરપાનો આજે ૪૭મો જન્‍મદિવસ છે. ટંકારાના એક કોમન મેન જેવું જીવન જીવતા કિરીટભાઇએ નાની ઉંમરથી કાર્યકર તરીકે ભાજપમાં પ્રવેશ મેળવ્‍યો હતો.

તેમનો જન્‍મ ટંકારા તાલુકાના નસીતપર ગામમાં થયો હતો. તેઓએ ભાજપના યુવા મોરચાના પ્રમુખ, ત્‍યારબાદ ટંકારા સંગઠનમાં મહામંત્રી તરીકેની જવાબદારી સાંભળી ચૂક્‍યા છે. ત્‍યારબાદ ટંકારા તાલુકાના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળ્‍યા બાદ ઉત્‍કૃષ્‍ટ દેખાવ કર્યો હતો. કિરીટભાઇના ૪૭માં જન્‍મદિવસે તેમની પર શુભકામનાઓનો વરસાદ થયો છે.

(1:10 PM IST)