<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

ગોંડલના પત્રકાર નરેશ શેખલીયાનો આજે જન્મદિવસ

ગોંડલ, તા.૧૭: ગોંડલના નીડર અને સમાજ સેવક પત્રકાર નરેશ શેખલીયાનો આજે જન્મદિવસ છે.આજે તેઓ પોતાની જીવન સફરના ૫૦ વર્ષ પૂર્ણ કરીને ૫૧મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા નરેશ શેખલીયા છેલ્લા ૨૦ વર્ષ વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મિડીયા અને ઈલેકટ્રીક મિડીયામાં પોતાની સેવા આપી રહ્યા છે. હાલમાં તેઓ છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ જિલ્લાના ગ્રામ વિસ્તારમાં ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, કોટડા સાંગાણી સહિતના તાલુકાઓમાં ખાનગી ન્યુઝ ચેનલની જવાબદારી નિભાવી રહ્યા છે. હર હંમેશ સમાચારો, સામાજિક સેવા કાર્યોમાં અગ્રેસર રહેતા અને બહોળો મિત્ર વર્ગ ધરાવતા નરેશ શેખલીયાને તેમના જન્મદિવસની પરિવારજનોએ શુભેચ્છાઓ પાઠવી છે. આજે તેમના જન્મદિવસ નિમિતે રાજકીય,સામાજિક સહિતના અને લોકો તેમના વોટસેપ મોબાઈલ નંબર ૯૯૦૪૨ ૪૨૦૦૮ અને ૯૪૨૮૪ ૬૫૦૦૫ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(4:56 PM IST)