News of Tuesday, 21st May 2024
આપણા મલકના માયાળુ માનવી હરદેવસિંહ જાડેજાનો જન્મદિન
રાજકોટ સ્થિત મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય

રાજકોટ : જાહેર જીવનના પ્રતિભાસંપન્ન અગ્રણીશ્રી હરદેવસિંહ જાડેજાનો જન્મ તા.ર૧મે ૧૯૬૯ના દિવસે થયેલ. આજે ગૌરવવંતા જીવનના છપ્પનમાં વર્ષમાં દ્વારે કદમ માંડયા છે.
વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામના મૂળ વતની અને રાજકોટમાં રહેતા શૈક્ષણિક, સહકારી અને રાજકીય ક્ષેત્રમાં આદરભર્યું સ્થાન ધરાવતા મિલનસાર પ્રકળતિના અને બહોળું મિત્ર વર્તુળ ધરાવતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન, મોરબી જીલ્લા પંચાયતના સભ્ય, ગુજરાત ઙ્કદેશ કોંગ્રેસના મંત્રી,ઇફકોના ડેલીગેટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર, કોટેચા ગર્લ્સ સ્કૂલના ટ્રસ્ટી, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના ટ્રસ્ટી, આર. ડી. ગારડી શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી, દીકરાનું ઘર ઢોલરા વળદ્ધાશ્રમના સલાહકાર સમિતિના સભ્ય, ક્ષત્રિય સમાજના અગ્રણી શ્રી હરદેવસિંહજી ડી. જાડેજાને જન્મદિવસની અગણિત, મંગલમય, લાગણીભીની શુભકામના મળી રહી છે. મો.૯૮રપ૪ ૯રપ૦૯ રાજકોટ.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
