<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

રાજકોટના ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ રાજકોટના ડેપ્‍યુટી મેયર અને વોર્ડ નં.૩ના કોર્પોરેટર નરેન્‍દ્રસિંહ પૃથ્‍વીસિંહ જાડેજાનો આજે તા. ૨૪મે ના જન્‍મદિવસ છે.૪૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા છે. વિવિધ સેવાકીય કાર્યો થકી આજે તેઓ પોતાના જન્‍મદિવસની ઉજવણી કરી રહ્યા છે.

નરેન્‍દ્રસિંહ જાડેજાએ ભુતકાળમાં રાજકોટ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ, રાજકોટ તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપેલ અને વર્ષ ૨૦૧૨-૧૩મા રાજકોટ જીલ્લા ભાજપમાં કારોબારી સભ્‍ય તરીકે સેવા આપેલ તેમજ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્‍ય ચુંટણી વર્ષ ૨૦૨૧માં વોર્ડ નં.૩ના કોર્પોરેટર તરીકે જંગી બહુમતીથી ચુંટાયેલ તેમજ તા.૧૨ સપ્‍ટેમ્‍બર ૨૦૨૩ થી રાજકોટ મહાનગરપાલિકાના ૩૪મા ડેપ્‍યુટી મેયર તરીકેની જવાબદારી સફળતાપૂર્વક સંભાળી રહ્યા છે. આજે તેમના જન્‍મદિવસે રાજકીટ, સામાજીક, અગ્રણીઓ, જાહેરસેવકો, કાર્યકર્તાઓ, મિત્રો, શુભેચ્‍છકો, પરિવારજનો શુભેચ્‍છા પાઠવી રહ્યા છે. મો.નં.૯૮૨૫૨૧૦૪૭૬.

(4:35 PM IST)