<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

ટંકારા લાયન્સ કલબ ઇન્ટરનેશનલના પ્રમુખ ગૌતમભાઇ વામજાનો જન્મદિન

(હર્ષદરાય કંસારા દ્વારા )ટંકારાઃ ટંકારા લાયન્‍સ ક્‍લબ ઇન્‍ટરનેશનલ ના પ્રમુખ તથા ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજા નો આજે તારીખ ૨૫ ના રોજ જન્‍મદિવસ છે. તેમની જન્‍મ તારીખ ૨૫ /૫ /૧૯૯૨ છે ૩૨ વર્ષ પુરા કરી ૩૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. નાનપણથી જ સેવાભાવી છે ગૌસેવા તથા સામાજિક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે ખેડૂતો અને ગ્રાહકોના પ્રશ્ન જાગૃત રહી લડત આપી ન્‍યાય અપાવે છે.

ટંકારા તાલુકા નાગરિક પુરવઠા ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના તથા ફુડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગમાં સલાહકાર સમિતિમાં સભ્‍ય છે. વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે જાગૃત છે . ટંકારા તાલુકા વિદ્યાર્થી એકતા સંગઠનના પ્રમુખ તરીકે ઉપપ્રમુખ તરીકે કાર્ય કરી વિદ્યાર્થીઓને મદદરૂપ બને છે. તેમના મોબાઈલ નંબર ૯૬૮૭૨ ૭૦૬૬૫ ઉપર શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહેલ છે.

(10:57 AM IST)