News of Saturday, 25th May 2024
વોર્ડ નં. ૧૦ના ભાજપ પ્રમુખ રજની ગોલનો કાલે જન્મદિન : ૪૬માં વર્ષમાં પ્રવેશ
ખ્યાતનામ એડ. એજન્સી ભવ્ય કોમ્યુનિકેશનના સંચાલક અને

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૦ ના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને જાણીતી એડ. એજન્સી ‘ભવ્ય કોમ્યુનીકેશન'ના રજનીભાઈ ગોલ આવતી કાલે ર૬ મે ના રોજ ૪૫ વર્ષ પુર્ણ કરી ૪૬ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓ ભાજપના કર્મઠ, નિષ્ઠાવાન અને ભાજપના ભગવા રંગે રંગાઇને વોર્ડ નં.૧૦ માં ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી રહયા છે.
દેરડી (કુંભાજી)ના વતની રજનીભાઈ ઉમિયા માતાજી મંદિર સિદસરના કારોબારી સભ્ય તેમજ મીડીયા કો-ઓર્ડીનેટર, કડવા પાટીદાર પરિવારનું મુખપત્ર ‘ઉમિયા પરિવાર' ના સંપાદક, કલબ યુવી ના ઓર્ગેનાઇઝર, કેપીએસ કલબ, કવોલીટી સર્કલના ટ્રસ્ટી તેમજ કડવા પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓમાં પ્રત્યેક્ષ-પરોક્ષ રીતે સેવાકાર્ય સાથે તેના પ્રચાર-પ્રસાર માટે નિરંતર સેવા આપી રહયા છે. સરળ અને નિખાલસ સ્વભાવના કારણે બહોળુ મિત્ર વર્તુળ તેમજ કડવા પાટીદાર સમાજ સહીત અનેક સામાજીક- રાજકીય- વ્યવસાયીક અગ્રણીઓ સાથે અંગત ધરોબો ધરાવે છે. વોર્ડ નં.૧૦ માં સતત અને સળંગ ત્રીજી વાર પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.
રજની ગોલે સુપ્રસીધ્ધ અખબારમાં પત્રકાર તરીકે ૧૨ વર્ષ નોંધપાત્ર યોગદાન આપ્યુ છે. અને તેઓ છેલ્લા ૧૯ વર્ષ થી ‘ભવ્ય કોમ્યુનીકેશન'ના નામથી એડ એજન્સી દ્વારા વિજ્ઞાપન ક્ષેત્રે નવો દ્રષ્ટિીકોણ આપી શબ્દોની-સૂઝની તાકાત દ્વારા અનેક વિજ્ઞાપનકારોની વ્યવસાયીક ક્ષેત્રે સફળતાના સહભાગી બન્યા છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
