તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 27th May 2024
રાજકોટના મદદનીશ સરકારી વકીલ રક્ષિત વી. કલોલાનો જન્મદિવસ

રાજકોટ તા.૨૭: રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટમાં મદદનીશ સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા શ્રી રક્ષિત વી. કલોલા નો આજ રોજ તા. ૨૭/૦૫/૨૦૨૪ ના રોજ જન્મ દિવસ છે. જેમના જીવનરૂપી સફરમાં ૪૫ માં વર્ષ માં પ્રવેશેલ છે. નાનપણ થી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાઈ સંઘ ની અનેક વિધ શાખાઓમાં કાર્યરત રહી અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદમાં વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરી અને આંદોલનો કરી અનેક પ્રશ્નોને વાચા આપી છે. ભૂકંપ સમયે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સેવા ભારતી સંસ્થામાં ત્રણ વર્ષ પુર્ણ સમય કામ કર્યુ છે અને ભારતીય જનતા પાર્ટીમાં અલગ અલગ જવાબદારીઓ નિભાવી છે. તેમજ હાલમાં હીન્દુ જાગરણ મંચમાં પ્રાંતમાં જવાબદારી નિભાવી રહયા છે, તેઓ મદદનીશ સરકારી વકીલ તરીકે રાજકોટ ખાતે છેલ્લાં ૧૨ વર્ષ થી ખુબ જ નિષ્ઠાપુર્વકની ફરજ બજાવી રહયા છે. તેમજ છેલ્લાં ૧૨ વર્ષમાં અનેક રાજકોટના અનેક ચકચારી કેસોમાં આરોપીઓને સજા અપાવીને સરકાર તરફે ખુબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે. આજે તેમના જન્મ દિવસ નીમીતે તમામ મિત્રો, સ્નોહીઓ, સગા વ્હાલાઓ તેમજ સામાજિક આગેવાનો દ્વારા ચોમેર થી તેમના મો. નં. ૯૪૨૯૨ ૯૮૯૮૫ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહયા છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
