<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલ પીઠીયાનો કાલે જન્મદિવસ

(ભરત બારાઇ દ્વારા) ઓખાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલ પીઠીયાનો કાલે ૩૭મો જન્‍મદિવસ છે.

ઓખાના છેવાડાના નાનકડા ગામમાં મધ્‍યમ વર્ગના કુટુંબમાં જન્‍મ થયેલ અને ખુબ સેવા કરવાની ભાવના ધરાવતા.પ્રાથમિક શિક્ષણ ઓખા ગ્રામ પંચાયત હાઇસ્‍કૂલ ધોરણ ૧૨ સુધી અભ્‍યાસ કરેલ.છેલ્લા અંદાજીત ૮ વર્ષથી ભાજપમાં એક નાના કાર્યકર તરીકે થી શરૂઆત કરેલ અને હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચામાં ઉપપ્રમુખની જવાબદારી પર કાર્યરત છે.તેમજ સામાજિક કામમાં સૌની આગળ બ્‍લડ ડોનેશન કેમ્‍પ , આયુર્વેદીક કેમ્‍પ, મેગનેટ થેરાપી કરવામાં અગ્રેસર છે.

મો. નં. ૮૨૩૮૦ ૦૧૦૫૨

(12:05 PM IST)