<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

ગીર સોમનાથના નિવાસી અધિક કલેક્‍ટર રાજેશ આલનો જન્‍મદિવસ

રાજકોટ તા. ૨૯: ગીર સોમનાથના આરએસી (નિવાસી અધિક કલેક્‍ટર) શ્રીરાજેશ આલનો આજે જન્‍મદિવસ છે. તેઓ અગાઉ નવસારી, રાજકોટ મામલતદાર તરીકે, જુનાગઢ, અમરેલી, ગોંડલ, જસદણમાં પ્રાંત ઓફિસર તરીકે નોંધપાત્ર ફરજ બજાવી ચુક્‍યા છે. કોરોનાકાળમાં સિવિલ હોસ્‍પિટલની મહત્‍વની જવાબદારી પણ તેમણે સુપેરે નિભાવી હતી. જસદણમાં ફરજ વખતે ઘેલાસોમનાથમાં કરેલા ઉત્‍સવો, ડેવલપમેન્‍ટની સરકારે નો઼ધ લીધી હતી. હાલ ગીર સોમનાથમાં ફરજ બજાવી રહ્યા છે.

(12:06 PM IST)