News of Wednesday, 29th May 2024
રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટી ડો. ચેતનભાઇ હિન્ડોચાનો આજે જન્મદિવસ
સુપ્રસિધ્ધ આંખના સર્જન-સેવાકીય પ્રવૃતિઓના પર્યાય અને : યશસ્વી જીવવના પ૭ વર્ષો પૂર્ણ કરી પ૮મા વર્ષમાં મંગલ પ્રવેશઃ શુભેચ્છાનો ધોધ : પૂ. રણછોડદાસજીબાપુ આંખની હોસ્પિટલ અને શિવાની મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટમાં પણ અનન્ય સેવા

રાજકોટ તા. ર૯ :.. ઘણાં વર્ષોથી રાજકોટ ખાતે વિવિધ સેવાકીય પ્રવૃતિઓના પર્યાય બની ગયેલા અને વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન'ના ટ્રસ્ટી તથા સુપ્રસિધ્ધ આંખના સર્જન ડો. ચેતનભાઇ આર. હિન્ડોચાનો આજરોજ જન્મદિવસ છે. તેઓએ પોતાના યશસ્વી જીવનના પ૭ વર્ષ પૂર્ણ કરી પ૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
શ્રી સદ્્ગુરૂ સદન ટ્રસ્ટ, રાજકોટ દ્વારા અંદાજે સો કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ વિશાળ અને અત્યાધુનિક હોસ્પિટલ ‘પૂ. રણછોડદાસજીબાપુ આંખની હોસ્પિટલ' ના ટ્રસ્ટી તથા શિવાની મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે પણ ડો. ચેતનભાઇ હિન્ડોચા પોતાની અનન્ય સેવા આપી રહ્યા છે. તેઓના સમાજોપયોગી અને તબીબી સેવાયજ્ઞમાં ડો. દેવયાનીબેન ચેતનભાઇ હિન્ડોચા તથા સુપ્રસિધ્ધ ઇ. એન. ટી. સર્જન ડો. રાજેશભાઇ વિશ્વકર્મા (અમદાવાદ)ની પણ અવિરત સેવાઓ મળી રહી છે. જન્મદિવસ નિમિતે ડો. ચેતનભાઇ હિન્ડોચા (મો. ૯૮ર૪ર ૦૦૯૮ર) ઉપર શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે. ‘અકિલા' પરિવાર તરફથી પણ ડો. ચેતનભાઇ હિન્ડોચાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
