તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
નિરંજનભાઇ શાહનો આજે જન્મદિન
બીસીસીઆઇ અને એસસીએના પૂર્વ સેક્રેટરી

રાજકોટઃ બીસીસીઆઇ અને એસસીએના પૂર્વ સેક્રેટરી શ્રી નિરંજનભાઇ શાહનો આજે ૮૦મો જન્મદિવસ છે. તેઓ આઇપીએલમાં વાઇસ ચેરમેન તરીકે રહી ચુકયા છે. બીસીસીઆઇની અલગ-અલગ કમિટીઓમાં યોગદાન આપ્યું છે. સિનિયર મોસ્ટ એડમીનીસ્ટ્રેટર તરીકે જાણીતું નામ છે. યુવા ક્રિકેટરોને આગળ લાવવા હંમેશા મહેનત કરી રહયા છે. પૂર્વ ખેલાડીઓની મેચની ફી માં વધારો કરવા નિરંજનભાઇએ જ પહેલ કરી હતી. નેશનલ અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેઓનું મોટુ યોગદાન રહયું છે. રાજકોટ શહેરની ભાગોળે સોૈરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનું ક્રિકેટ સ્ટેડીયમ બનાવવા તેઓએ ખુબ મહેનત કરેલ. જે આબેહુબ લોર્ડસના મેદાન જેવું બનાવવામાં આવ્યું છે. તાજેતરમાં આ જ સ્ટેડીયમનું નામ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ રાખવામાં આવ્યું છે. નિરંજનભાઇના જન્મદિને બોર્ડના હોદેદારો, ક્રિકેટરો, મિત્ર વર્તુળ શુભેચ્છા પાઠવી રહયા છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
