<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

રાજકોટ ચેમ્‍બરના પૂર્વ પ્રમુખ ગૌતમ ધમસાણીયાનો આજે જન્‍મદિવસ : શુભેચ્‍છાઓ

 

રાજકોટ, તા.૮: રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીના તત્‍કાલીન પ્રમુખ શ્રી અને ઉદ્યોગપતિ કડવા પાટીદાર સમાજ અગ્રણી શ્રી ગૌતમ ધમસાણીયાનો આજે ૮ જૂનના રોજ જન્‍મ દિવસ છે.

ગૌતમ ધમસાણીયા રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીના તત્‍કાલીન પ્રમુખ ઉપરાંત ગુજરાત સ્‍પિનીગ એસોસિએશનના સેક્રેટરી, ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન ગુજરાતના ઉપપ્રમુખ, બામણબોર બાઉન્‍ડી હાઈવે એસોસિએશનના પ્રમુખશ્રી, રાજકોટ ઓટોમોબાઇલ ડીલસ એસોસિએશનના પ્રમુખ શ્રી જેવી વ્‍યાપારી અને ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. સાથે-સાથે શૈક્ષણિક, સામાજીક, ધાર્મિક સંસ્‍થાઓમાં ટ્રસ્‍ટી તરીકે કાર્યરત છે.

   ગૌતમ ધમસાણીયા બારથી પણ વધારે દેશોનો પ્રવાસ કરી ત્‍યાંના ઈન્‍ડસ્‍ટ્રીઝ અને વેપાર સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ સાથે નોલેજ શેરીગથી દરેકને ઉપયોગી થવા ઉપરાંત પોતાના વ્‍યવસાયમાં પણ આગવું સ્‍થાન ધરાવે છે.

તેમના પિતાને જ આદર્શ માનનારા તેમજ દેશ-વિદેશના મહાનુભાવોમાંથી પ્રેરણા લઈ કર્મ ને જ સાચો ધર્મ તેમજ માનવસેવા એજ પ્રભુ સેવાને ધર્મ સમજી હરહંમેશ પોતાના અનુભવોનો નીચોડ શેર કરવા તત્‍પર રહે છે.

સાચું કહેવાની હિંમત ધરાવતા ગૌતમ ભાઈ તેમની કુશળ સંગઠન ભાવના,જતું કરવાની વળત્તિ, વિશ્‍વસનીયતા, નોલેજ શેરીગ ભાવના, અન્‍ય પાસેથી જાણવા શીખવાની ઉત્‍સુકતા,વડીલ આદરભાવ જેવા ઉમદા ગુણોને કારણે વિશાળ મિત્ર વર્તુળ, વ્‍યવસાયિક સંબંધો તેમજ દરેક લોકોમાં મોભાનુ સ્‍થાન ધરાવે છે.

(3:50 PM IST)