તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 10th June 2024
સરકારી વકીલ-નોટરી એડવોકેટ મુકેશ પીપળીયાનો જન્મ દિવસ

રાજકોટ : ગુજરાત સરકાર દ્વારા નિમણુંક થયેલ મદદનીશ સરકારી વકીલ અને કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂંક થયેલ નોટરી મુકેશ જી. પીપળીયાનો આજે જન્મ દિવસ છે. તેઓએ તેમની વકીલાત સને ર૦૦૧ થી શરૂ થયેલ અને ઉતરોતર દિન પ્રતિદિન પ્રગતિના પગથીયા સર કરતા રહેલ છે. તેઓ રાજકોટ બાર એસોસીએશનમાં બે વખત કારોબારી સભ્ય તરીકે ચૂંટાયેલ છે. તેમજ મીડીએશન સેન્ટર રાજકોટમાં મીડીયેટર તરીકે સેવા આપે છે. સરકાર તરફે અનેક કેસમાં આરોપીઓને સજાઓ કરાવેલ છે. તેમજ અનેક જામીન અરજીઓ રદ કરાવેલ છે. આમ તેઓએ તેમની વકીલાતના ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરેલ છે. આજરોજ તેમના જન્મ દિવસ નિમિતે તેમના મિત્રો સગા-સંબંધીઓ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે અને તેમના મો. ૯૮ર૪૮ ર૬ર૬૬ ઉપર શુભેચ્છાઓનો ધોધ વહાવેલ છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
