<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

સરકારી વકીલ આબીદભાઇ સોસનનો આજે જન્‍મદિવસ

રાજકોટ શહેર ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ કોર્ટ ખાતે મદદનીશ સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા આબીદ સોસનનો આજે જન્‍મદિવસ છે. તેઓ શીશુકાળમાં રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સ્‍વયંસેવક રહી ચુકેલ અને શહેર ભાજપ લીગલ સેલમાં બે ટર્મ મહામંત્રી તરીકેની જવાબદારી નીભાવેલ છે તેઓએ મદદનીશ સરકારી વકીલના પોતાના કાર્યકાળ દરમ્‍યાન અનેક આરોપીઓને જુદા જુદા કેસમાં આજીવન કેદની સજાઓ ઠરકાવેલ છે. તેમજ અનેક જામીન અરજીઓ રદ કરાવેલ છે અને સને ર૦ર૪ની સાલમાં ત્રણ અલગ-અલગ ગુન્‍હાઓમાં અલગ અલગ આરોપીઓને ત્રણ દિવસ આજીવન એટલે કે જીવે ત્‍યાં સુધીની સજાની હેટ્રીક નોંધાવાની સિધ્‍ધી હાંસીલ કરેલ છે. તેઓ અગાઉ રાજકોટ મહાપાલીકામાં પેનલ એડવોકેટ તરીકે ફરજ બજાવેલ છે અને રાજકોટ દાઉદી વ્‍હોરા સમાજમાં પણ લીગલ કમીટીમાં સેવા આપી રહેલ છે. તેઓના મો.નં. ૯૮ર૪૩ ૯૭૪૦૦ છે.

(5:26 PM IST)