News of Wednesday, 12th June 2024
યુવા લોયર્સ એસો.ના પ્રમુખ કિરીટ નકુમનો જન્મદિવસ

રાજકોટ,તા. ૧૨: તેજ, તાકાત અને તરવરાટનો સમન્વય એવા રાજકોટના યુવા એડવોકેટ અને ભારત સરકારના નોટરી એવા કિરીટ નકુમનો આજે તા. ૧૨ જૂનના રોજ જન્મદિવસ છે. સંસ્કારી અને સેવાભાવી કુટુંબમાંથી આવતા અને નાનાપણથી જ રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા અને રાજકોટની અનેક સામાજીક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. નિષ્ઠાવાન અને પ્રતિષ્ઠાવાન વ્યકિત તરીકે પોતાના મીલાનુસાર સ્વભાવના કારણે ખૂબ જ લોકચાહના અને બહોળુ મિત્રવર્તુળ ધરાવે છે. અને વિદ્યાર્થી સહાય માટે હંમેશા તત્પર રહે છે.
યુવા લોયર્સ એશોસીએશન, રાજકોટના પ્રમુખ કિરીટ નકુમ પોતાના મંગલમય જીવનમાં આનંદ-ઉમંગ-ઉત્સાહ સાથે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે વિશાળ મિત્ર વર્તુળ, સગા-સ્નેહીજનો-વડીલો તરફથી મો.નં. ૯૮૨૪૮ ૮૯૯૩૯ પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
