<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

રઘુકુળ મેરેજ બ્‍યુરોના ચેરમેન અશોકભાઇ કુંડલિયાનો જન્‍મદિન

રાજકોટઃ લોહાણા સમાજ માટે વેવિશાળ અંગે નિઃશુલ્‍ક માહિતી આદાન પ્રદાન કરતી સંસ્‍થા રઘુકુળ મેરેજ બ્‍યુરો ૩, ભીડભંજન શેરી, દાણાપીઠ પાસે રાજકોટ ખાતે દર રવિવારે ૧૦ -૩૦ થી ૧-૩૦ છેલ્લા ૧૫ વર્ષથી કાર્યરત સંસ્‍થાના ચેરમેન અશોકભાઇ કુંડલીયાનો આજે ૧૩ જુનનાં રોજ જન્‍મ દિવસ છે. તેઓ જીવનના યશસ્‍વી ૬૭ માં પ્રવેશ કરી રહ્યા છે.

રઘુકુળ મેરેજ બ્‍યુરોનાં માધ્‍યમથી તેમણે લોહાણા સમાજ માટે અત્‍યાર સુધીમાં દશ પરિચય સંમેલનનું આયોજન કરેલ છે. ઉપરાંત તેઓ રઘુવંશી રોયલ ગ્રૂપ તથા કુંડલીયા ફેમીલી સોશ્‍યલ ગ્રૂપના પ્રેસીડન્‍ટ તેમજ મોમાઇ માતાજી ચેરીટેબલ ટ્રસ્‍ટના સેક્રેટરી તરીકે કાર્યરત છે. જીવન બેંક કોમર્શિયલ કો-ઓપ. બેંકમાં તેમણે ૪૧ વર્ષ ફરજ બજાવી નિવૃત થયેલ છે તેમજ જીવન બેંક સ્‍ટાફ યુનિયનનાં પ્રતિનિધી રહ્યા હતા. રાજકોટ લોહાણા મહાજનમાં પૂર્વ ટ્રેઝરર તેમજ કારોબારી ઉપપ્રમુખ તરીકે કાર્યરત રહી ચૂકયા છે. મો.નં ૯૮૨૪૨ ૧૧૧૫૨ રાજકોટ

(10:56 AM IST)