તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના ચેરમેન વજીરખાન પઠાણનો જન્મ દિવસ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૧પ :.. ગુજરાત બાર એસોસિએશન ના પૂર્વ મેમ્બર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્ટના ચેરમેન વજીર ખાન પઠાણનો આજે જન્મ દિવસ અમદાવાદના રહેવાસી બિસ્મિલ્લા ખાન ના ઘરે જન્મ લેનાર વજીર ખાન પઠાણ ગુજરાત બાર એસોસીએશન પૂર્વ મેમ્બર તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના માઇનોરેટી ડિપાર્ટમેન્ટના ચેરમેન વજીર ખાન પઠાણ એડવોકેટ હોવાથી તમામ ક્ષેત્ર ના સંગઠન ના માહિર છે તેના કારણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માં અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી માં ખૂબ મહત્વ ના અને નજીક ના સંબંધો ધરાવે છે સુખી સંપતિ હોવાથી કોંગ્રેસ પક્ષમાં અને અન્ય સેવાકીય ક્ષેત્ર માં તન મન અને ધન થી ખત ખુમારી અને ખેલદિલી પૂર્વક રાત દિવસ લોકો ની સેવા કરે છે. વજીરખાન પઠાણ ગુજરાત ના મુસ્લિમ સમાજ ના કદાવર અને વજદાર નેતા તરીકે ની ગુજરાત ભર માં છાપ ધરાવે છે અને ગરીબો જરૂરિયાત મંદોની સેવા ના દાખલા આપી એ એટલા ઓછા પડે તેવા લોક સેવક વજીર ખાન પઠાણ ની સેવા ની સુવાસ થી સમગ્ર ગુજરાત ના મુસ્લિમો સારી રીતે વાકેફ છે આજે તેમના જન્મ દિવસ નિમિતે તેમના સગા સંબંધી મિત્રો વર્તુળો રાજકીય વર્તુળો વકીલ મંડળ વિગેરે વર્તુળો શુભેચ્છા આપવા આતુર બન્યા છે તેમનો મોબાઈલ નબર ૯૮૨૪૩ ૧૧૯૨૨ છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
