તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
જૂનાગઢના સેવાભાવી જાગૃત નાગરિક સુભાષભાઇ પાણીપુરીવાળાનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢઃ જૂનાગઢના જાહેર જીવનમાં સમાજસેવા ના ક્ષેત્રે નોંધપાત્ર સેવા પ્રદાન કરનારા સેવાભાવી નાગરિક સુભાષભાઈ પાણીપુરીવાળા નો ૧૫ જૂન ના રોજ જન્મદિવસ છે. સુભાષભાઈ B.COM.L.L.B. ડબલ ગ્રેજ્યુએટ ની ડીગ્રી ધરાવે છે. કારકિર્દી ની શરૂઆતમાં રાજકોટ અને જૂનાગઢ ખાતે રંગોળી ના ભુગળા અને સૂતરફેણી વહેચી સંઘર્ષ કરી આગળ આવી સુભાષ પાણીપુરી નામે વ્યાપારી સંકુલની સ્થાપના કરી જૂનાગઢ અને આસપાસ ના વિસ્તારમાં સ્વાદના શોખીનો માં મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની સામાજિક સેવાઓ બદલ કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર જૂનાગઢ દ્વારા બેસ્ટ યુથ એવોર્ડ એનાયત કરાયો હતો. તેઓ એક સારા લેખક પણ છે. અને રાજકોટનું અગ્રીમ અખબાર ‘અકિલા'માં તેમના કેટલાય પ્રાસંગિક લેખો પ્રસિદ્ધ થયા છે. સુભાષભાઈ નો ૭૨મો જન્મદિન હોય તેના શુભેચ્છકો તેમના મોબાઈલ નંબર ૯૮૭૯૩ ૬૨૯૧૮ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
