<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

ધોળકિયા સ્‍કૂલના યુવા શિક્ષક જૈમીન સંઘાણીનો આવતીકાલે જન્‍મદિવસ

રાજકોટઃ જાણીતા યુવા અગ્રણી, ધોળકિયા સ્‍કૂલના શિક્ષક જૈમીન જયેશભાઈ સંઘાણીનો કાલે તા.૨૦ના જન્‍મદિવસ છે. તેઓએ આ અગાઉ વી.વી.પી. ઈજનેરી કોલેજનાં ઈલેકટ્રોનીકસ એન્‍ડ કોમ્‍યુનીકેશન વિભાગમાં વ્‍યાખ્‍યાતા તરીકે ૪ વર્ષથી ફરજ બજાવેલ. તેઓના કુલ ર૦૩ લેકચરની જી.ટી.યુ. ની  વેબસાઈટ પર અપલોડ માટે પસંદગી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતના તમામ પ્રાધ્‍યાપકોમાંથી સોેથી વધુ લેકચરની પસંદગી દ્વારા પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. તેઓ જીટીયુમાં ફાઈવ જી મોબાઈલ કોમ્‍યુનીકેશન પર પી.એચ.ડી. કરી રહયા છે.  તેઓના કુલ ૪ સંશોધનપત્રો રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પસંદગી પામ્‍યા છે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછી શું ? આત્‍મ નિર્ભય જેવા વિષય ઉપર યુવાનોને ટીવી ચેનલોમાં તેમજ રેડિયામાં  માર્ગદર્શન આપી રહ્યા છે. ધર્મ અને વિજ્ઞાનનાં સમન્‍વયનું ઉત્તમ ઉદાહરણ છે.  જૈન પર્યુષણનાં પાવન પર્વમાં છેલ્લા ચાર વર્ષથી નવાઈ (નવ દીવસ) ગરમ પાણી પર જ ઉપવાસ કરે છે. પ્રો. જૈમીનના જન્‍મદિવસની પૂર્વ સંધ્‍યાએ જ તળપ્તીબેન જયેશભાઈ સંઘાણી, તેમના ધર્મ પત્‍ની સપના જૈમીન સંઘાણી,ભાઈ અપૂર્વ સંઘાણી, સ્‍વ. કલાવતીબેન રસીકલાલ સંઘાણી પરીવાર, સ્‍વ. સવિતાબેન નીમચંદ મહેતા પરીવાર મુંબઈ, શ્રી ઇલાબેન જીતેન્‍દ્રભાઈ દેવાણી પરિવાર, તથા સમગ્ર પ્રાધ્‍યાપકગણ, કર્મચારીગણ અને વિદ્યાર્થીગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા છે. મો. ૯૪ર૯પ૬૩૪૦૧.

(2:43 PM IST)