<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

ચમન સિંધવ પર વાદલડી વરસી, શુભેચ્‍છાના સરોવર છલી વળ્‍યા

સુરેન્‍દ્રનગર ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રભારીનો જન્‍મદિન

રાજકોટ : સુરેન્‍દ્રનગર જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચાના રાજકોટ સ્‍થિત પ્રભારી ચમનભાઇ સિંધવનો જન્‍મ ર૪ જુન ૧૯૬૯ના દિવસે થયેલ ગઇકાલે છપ્‍પનમાં વર્ષમાં પ્રવેશ નિમિત્તે શુભેચ્‍છા વરસી હતી. તેઓ વી.વી.પી. ઇજનેરી કોલેજમાં સેવા આપે છે. 

સુરેન્‍દ્રનગર જિલ્લાનાં પાટડી તાલુકાનાં ગવાણા ગામનાં મૂળ વતની ચમનભાઈ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના બાલ્‍યકાળથી સ્‍વયંસેવક વર્ષોથી વિશ્વ હિન્‍દુ પરિષદ મહાનગર વિભાગ- પ્રાંતની વિવિધ જવાબદારીઓ, રાજકોટમાં નિકળતી જન્‍માષ્ટમીની ધર્મ યાત્રાને રાજકોટથી ગુજરાત દેશવિદેશમાં પ્રસ્‍થાપિત કરવામાં તેમનું મહત્‍વનું યોગદાન રહેલ, ૨૧ વર્ષેથી સંપૂર્ણ યાત્રાની જવાબદારી તેમજ રાજકોટમાં અનેક યાત્રાઓ જેવી કે હનુમાન જયંતિયાત્રા-જલારામ યાત્રા- રામનવમી યાત્રા-વેલનાથ યાત્રા વિશ્વ મંગલ ગ્રામ યાત્રા-ગૌ યાત્રા- વગેરે યાત્રાની સફળતાપૂર્વક જવાબદારીઓ સાંભળી છે. મો. ૯૪૨૮૨ ૦૦૧૦૯ રાજકોટ.

(12:05 PM IST)