તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Thursday, 27th June 2024
મજુર કાયદાના નિષ્ણાંત ઍડવોકેટ નોટરી અનિલ ગોગીયાનો જન્મદિવસ

રાજકોટ,તા. ૨૭: રાજકોટના મજુર કાયદાના નિષ્ણાંત એડવોકેટ તેમજ નોટરી અનિલ સંતોષકુમાર ગોગિયાનો આજે તા. ર૭-૬-ર૦ર૪ ના રોજ જન્મદિવસ છે તેઓ છેલ્લા રપ વર્ષંથી વકીલાત ક્ષેત્રમા કાર્યંરત છે તેમજ મજુર તેમજ દિવાની કાયદાઓમા નિપુણતા ધરાવે છે. વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓ તેમજ સરકારી,અર્ધંસરકારી સંસ્થાઓમા કાનુની સલાહકાર તેમજ પેનલ એડવોકેટ તરીકે કાર્યંરત છે.
તેઓ ‘ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શીંયલ એસ્ટાબ્લીશમેન્ટ એશોસીએશન'રાજકોટ ના સેક્રેટરી તરીકે સેવા આપી રહેલ છે.
છેલ્લા ૭ વર્ષંથી ગુજરાત સરકારશ્રી દ્રારા તેઓની આસીસ્ટન્ટ ગર્વંમેન્ટ પ્લીડર તેમજ એડીશનલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટંમા નીમણુક કરવામા આવેલ છે. મદદનીશ સરકારી વકીલ તરીકે મજુર અદાલત તેમજ ઔદ્યોગીક અદાલત રાજકોટ મા આશરે ત્રણસો જેટલા કેશોનો નિકાલ કરેલ છે.
સ્વભાવે મીલનસાર તેમજ ખુબ જ મોટો મીત્રવર્ગં ધરાવે છે. આજરોજ તેમના જન્મદિવસે વિવિધ ક્ષેત્રોની વ્યકિતઓ મિત્રો, સગા સંબંધીઓ સિનિયર ધારાશાસ્ત્રીઓ તેમજ વકીલ મિત્રો તરફથી તેમના મો.નં. ૯૮રપ૭ ૭૬૬૭૭ ઉપર શુભેચ્છાઓ પાઠવવામા આવેલ છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
