News of Saturday, 29th June 2024
કાયદા ક્ષેત્રે દેશ-વિદેશમાં રાજકોટનો ડંકો વગાડનાર તુષાર ગોકાણીનો આજે જન્મદિવસ
બચાવપક્ષે અને સ્પે.પી.પી. બંને તરફે યશસ્વી કામગીરી નિભાવી

રાજકોટ, તા. ર૯ : રાજકોટના સુપ્રસિધ્ધ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણીનો આજે જન્મદિવસ છે. તા. ૨૯ જુનના રોજ જન્મેલા તુષાર ગોકાણી વકીલાત ક્ષેત્રે બે દાયકા ઉપરાંતની ઝળહળતી કારર્કિદી સાથે સફળતમ જીવનયાત્રાના નવા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યાં છે.
ખૂબ જ યુવાન વયે વકીલાતની કારર્કિદીમાં તેમણે અનેક ફોજદારી અને કોર્મશીયલ કેસોમાં સીમાચિહનરૂપ ચુકાદાઓ મેળવ્યા છે અને તેની નોંધ ફકત ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમા લેવામાં આવી છે. હોંશપૂર્વકના હોમવર્ક અને જોશીલી જબાન સાથે કોર્ટમાં તેમના દ્વારા કરાતી તર્કબધ્ધ દલીલોએ અનેકને ન્યાય અપાવ્યો છે. માત્ર સ્થાનિક કોર્ટ જ નહીં, પરંતુ ગુજરાત સહિત દેશના અન્ય રાજયોની હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટ સુધી લડત આપીને તેમણે અનેક કેસોમાં મહત્વપૂર્ણ ચુકાદા મેળવી અસીલો તથા સીનીયર વકીલોની દાદ મેળવી છે.તેઓ વિશ્વભરમાં જાણીતી એમેઝોન, ડેલ, એમવે, મોન્ટ બ્લેન્ક સહિતની નાંમાકિત મલ્ટીનેશનલ કંપનીઓના વકીલ તરીકે સેવા આપેલ છે. એડવોકેટ તુષાર ગોકાણી તેમના સીનીયર સ્વ. અભયભાઈ ભારદ્વાજને તેમના વ્યવસાયિક ગુરૂ માને છે અને પોતાની સફળતાનો સંપૂર્ણ શ્રેય પોતાના માતા-પિતા તથા ગુરૂને આપે છે. આંટીઘુંટીવાળા કેસો તથા કાયદાનું અર્થઘટન કરવામાં એડવોકેટ તુષાર ગોકાણીનું પ્રભુત્વ કાબીલેદાદ છે આ કારણે જ ગુજરાત સરકારે ગુજસીટોક જેવા ગંભીર કાયદામાં તેઓને સૌરાષ્ટ્રભરના ખાસ વકીલ તરીકે નીમેલા છે.
સૌરાષ્ટ્રની ઓળખ સમાન ગીરના સિંહને મધ્યપ્રદેશમાં સ્થળાંતરીત થતા અટકાવવા માટે તુષાર ગોકાણીએ સુપ્રિમ કોર્ટમાં કરેલી પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન હોય કે સ્પેશ્યલ પ્રોસીકયુટર તરીકે સફળતાપુર્વક જામજોધપુર કસ્ટોડીયલ ડેથ પ્રકરણમાં આઈ.પી.એસ. સંજીવ ભટ્ટ તથા અન્ય પોલીસ અધીકારીઓને કરાવેલ સજાનો કેસ હોય કે પછી હાલનો ગુજરાત સરકારનો નવો કાયદો ગુજસીટોકમાં સ્પે. પબ્લીક પ્રોસીકયુટર તરીકેની નીમણુક કરેલ હોય કે પછી તેઓ અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સહિતનાઓ વિરૂધ્ધનો ઁટાડાઁનો બોમ્બે બોમ્બ બ્લાસ્ટ કેસ, જયંતી ભાનુશાળી હત્યા કેસ, પ્રશાંત ભુષણ સામે હિન્દુઓની લાગણી દુભાવવાનો કેસમાં તથા ચકચારી ટી.આર.પી. કેસમાં માત્ર ૧ રૂપીયાના ટોકન થી સરકાર વતી ખાસ રજૂઆત કરવા સ્પેશ્યલ પ્રોસીક્યુટર તરીકે નીમાયેલ છે તેમજ અસંખ્ય મલ્ટીનેશનલ કંપનીઓમાં કાયદાકીય સલાહકાર તરીકે સેવા આપેલ છે. કોઈ આરોપીને કાયદાની આટીઘુંટી પાર કરી નિર્દોષ છોડાવવાનો કેસ હોય તમામ સંજોગોમા તેઓ ખુબ જ ખંતપુર્વક કેસો લડી અસીલોને તથા પ્રજાને ન્યાય અપાવેલ છે.
હાલ સામાજીક ક્ષેત્રે તેઓ રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટી છે તેમજ અનેક ચર્ચાસ્પદ કેસોમાં હોંશપુર્વક તથા નૈતીકતાના ઉચ્ચ મુલ્યોને અનુસરી પોતાની વ્યવસાયીક કારર્કિદી આગળ ધપાવી અપાર લોકચાહના મેળવેલ છે.
જીવનના આગામી વર્ષોમાં તેઓ અપાર સફળતા અને લોકચાહના હાંસલ કરે તેવી જન્મદિને મિત્રો, સગાસ્નોહી દ્વારા હાર્દિક શુભકામનાઓ સાથે ઉપર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
