તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
એડવોકેટ વિવેક સાતાનો આવતીકાલે જન્મદિવસ

રાજકોટ, તા., ૨૯: રાજકોટનાં યુવા એડવોકેટ, રાજકોટ બાર એસોસીએશનના પુર્વ કારોબારી સભ્ય, બ્રહમસમાજના સેવાભાવી કાર્યકર્તા એડવોકેટ વિવેક સાતાનો આવતી કાલે તારીખ ૩૦ જુનના રોજ જન્મ દિવસ છે.
એડવોકેટ વિવેક સાતાએ વર્ષ ૨૦૧૨ માં સનંદ મેળવી તેમના વતન જામખંભાળિયાથી વકીલાતની શરૂઆત કર્યા બાદ વર્ષ ૨૦૧૬ માં રાજકોટ આવી વકીલાત શરૂ કરેલ.
રાજકોટનાં સીનીયર એડવોકેટ એન્ડ નોટરી શ્રી હરેશભાઈ પરસોંડા ના માર્ગદર્શન હેઠળ વકીલાત કર્યા બાદ હાલ વિવેક સાતા સ્વતંત્ર પ્રેકટીસ કરી રહયા છે. વિવેક સાતાએ ક્રિમીનલ કેસોની પ્રેકટીસ કરી અનેક ચકચારી કેસોમાં સફળતા મેળવેલ છે. તેઓએ રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં લીગલ એઈડ એડવોકેટ તરીકે પણ ફરજ બજાવેલ છે. હાલ તેઓ રાજકોટ ફેમીલી કોર્ટમાં લીગલ એઈડ એડવોકેટ તરીકે ફરજ બજાવી રહયા છે. ગયા વર્ષે એડવોકેટ વિવેક સાતાએ તેમની નવી ઓફીસનો શુભારંભ કર્યા બાદ વકીલાત ક્ષેત્રે ખુબ સારી પ્રગતિ કરી સીનીયર જુનીયર એડવોકેટોની પ્રસંશા મેળવેલ છે. તેમનાં મિત્રો, સગાસંબંધીઓ, સ્નેહી તથા વકીલ મિત્રો દ્વારા તેમના મો.નં. ૯૮૨૫૯ ૧૨૨૦૦ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહયો છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
