તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
રાજકોટના ઍડવોકેટ ડેનીશ વિરાણીનો કાલે જન્મદિવસ

રાજકોટ,તા. ૨૯: નિડર-નિષ્પક્ષ વ્યકિતત્વ ધરાવતા રાજકોટના યુવા એડવોકેટ ડેનીશ વિરાણીનો આવતીકાલે જન્મદિવસ છે.
રાજકોટ તેમજ બહારગામની ડિસ્ટ્રીકટ કોર્ટ, ફેમીલી કોર્ટ તથા ફોજદારી કોર્ટમાં એડવોકેટ તરીકે ફરજ બજવતા વકીલ શ્રી ડેનીશ એ. વિરાણીનો આવતીકાલે તા. ૩૦/૬/૨૦૨૪ના રોજ જન્મદિવસ છે. ડેનીશભાઇ જન્મથી રાજકોટના વતની છે અને લો ના અભ્યાસ થી જ સને -૨૦૧૯થી રાજકોટના ખ્યાતનામ એડવોકેટ શ્રી સ્વ. અભયભાઇ ભારદ્વાજના જુનીયર રહી ચુકેલા એડવોકેટ શ્રી અલ્પેશભાઇ પોકીયાની સાથે વકીલાતમાં જોડાયેલ છે. ડેનીશભાઇ વિરાણી રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટમાં પેરા લીગલ વોલીયન્ટર તરીકે પણ સેવા આપી ચુક્યા છે. તેમજ સામાજીક કાર્યો જેવા કે ટ્રાયેબલ એરીયામાં જઇને લીગલ અવેરનેસ તથા શિક્ષણના કામો તથા પોલીસ સ્ટેશનને લગત જરૂરીયાતમંદ લોકોને ફ્રી કાનુની સલાહ આપી સેવાકીય કામો કરી રહ્યા છે.
જીવનના આગામી વર્ષોમાં તેઓ અપાર સફળતા અને લોકચાહના હાંસલ કરે તેવી જન્મદિને મિત્રો, સગા સ્નેહી દ્વારા હાર્દિક શુભકામનાઓ સાથે તેમના મો. ૭૫૬૭૨ ૩૫૧૦૭ આજે સવારથી શુભેચ્છાવર્ષા કરી રહ્યા છે.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
