News of Monday, 1st July 2024
‘ગુડ ઈવનિંગ' સાંધ્ય દૈનિકના તંત્રી- ધર્મરાજસિંહ જાડેજાનો જન્મદિવસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧: છેલ્લા ૩૫ વર્ષથી જામનગરથી પ્રસિઘ્ધ થતાં ‘ગુડ ઇવનિંગ' સાંઘ્ય દૈનિકના તંત્રી-માલીક તેમજ જામનગરની સામાજીક-સેવાકીય સંસ્થા ‘સદ્દભાવના ગુ્રપ'ના પ્રમુખ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી જામનગર શહેરમાં સતત ત્રણ ટર્મ મહામંત્રી રહેલા, હાલ જામનગર વોર્ડ નં.૧૧ના નગરસેવક અને દેશભરમાં રમતને પ્રોત્સાહન આપનારી રાષ્ટ્રીય સંસ્થા ‘પેફી' (ફીઝીકલ એજયુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા)ના ગુજરાત રાજયના ચેરમેન શ્રી ધર્મરાજસિંહજી એસ. જાડેજાનો આજે તા.૧ જુલાઇના જન્મ દિવસ છે.
ધમર્રાજસિંહ જાડેજા જામનગર શહેર ભાજપમાં છેલ્લા બે દાયકાથી સતત સક્રિય રીતે કાર્યરત છે. રાજકારણ ઉપરાંત સમાજસેવામાં રસ ધરાતા ધર્મરાજસિંહ અનેક સેવાભાવી કાર્યો સમયાંતરે કરતા રહે છે. તેઓ જામનગર શહેર જીલ્લાના દરેક સમાજમાં લોકપ્રિય છે. આ ઉપરાંત તેઓ અનેક સામાજીક અને પર્યાવરણલક્ષી સંસ્થાઓ સાથે જોડાઇ રકત્તદાન-વળક્ષારોપણ જેવા સમાજ ઉપયોગી કાર્યો કરતા રહે છે.૨૦૧૫માં પ્રથમ વખત જ તેમણે જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશનની ચુંટણીમાં ઝંપલાવ્યું અને જંગી બહુમતીથી સમગ્ર પેનલ સાથે ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો હતો. જામનગર શહેરમાં બે વખત ૨૦૧૭ અને ૨૦૧૮માં ઐતિહાસિક ‘જામનગર હાફ મેરેથોન' જેવી સફળ મેગા ઇવેન્ટને યોજી જામનગરથી માંડી વિદેશ સુધી જામનગરનું નામ તેમણે રોશન કર્યુ છે.ધર્મરાજસિંહ જાડેજા શહેરની સમાજસેવી સંસ્થા ‘સદ્દભાવના ગ્રુપ'ના પ્રમુખ છે અને તેમની સંસ્થા દ્વારા રકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, વળક્ષારોપણ જેવા વિવિધ સમાજ ઉપયોગ કાર્યો સમયાંતરે કરી રહયા છે.આ ઉપરાંત રોયલ ગળપના પ્રમુખ તથા એસ.કે. ગળપના પ્રમુખ તરીકે સારી એવી કામગીરી કરી હતી. હાલના ગ્લોબલ વોર્મિગના સમયમાં ગયા વર્ષથી ‘સદ્દભાવના ગ્રુપ'ના નેજા હેઠળ ધર્મરાજસિંહ જાડેજાએ શહેરમાં હજારો વળક્ષો વાવી જામનગરને હરિયાળુ બનાવવાનું બીડુ ઝડપ્યું છે. મો.૯૮૨૪૨ ૧૧૮૩૩ ઉપર આજે શુભેચ્છાવર્ષા થઇ રહી છે
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
