<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

ઓલ ઇન્ડિયા મોઢ વણિક સમાજના ઉપ­મુખ જસદણવાળા અશ્વિનભાઈ પટેલનો જન્મદિવસ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૫: જસદણના વતની અને મોઢ વણિક સમાજના અગ્રણી અશ્વિનભાઈ પટેલનો આજે જન્‍મ દિવસ છે.

જસદણ મુકામે ચંદુભાઈ પટેલ તથા હીરાબેન પટેલને ત્‍યાં અશ્વિનભાઈ પટેલનોᅠ જન્‍મ પાંચ જુલાઈ ૧૯૫૫માં થયો હતો. અશ્વિનભાઈ ૧૯૬૯માં વધુ અભ્‍યાસ માટે રાજકોટ મોઢ બોડીગમાં રહી અભ્‍યાસ પૂર્ણ કર્યો છેલ્લા ૫૬ વર્ષથી રાજકોટને કર્મભૂમિ બનાવીને ૧૯૭૧માં કિરીટ એન્‍જિનિયરિંગ કોર્પોરેશનનો પ્રારંભ કરાવ્‍યો હતો એક દશકાના સફળ સંચાલન બાદ પરિવારનો વ્‍યાપ વધતાં ૧૯૮૧ માં સ્‍વતંત્ર રીતે ગીતા એન્‍જિનિયરિંગ કોર્પોરેશનની શરૂઆત કરી હતી. આ ઉપરાંત હાલમાં નવું સાહસ માય જીસીબી બેલ્‍ટ એન્‍ડ હાર્ડવેર પ્રાઇવેટ લિમિટેડનું સફળ નેતૃત્‍વ કરી રહ્યા છે. ભાડલા વૈષ્‍ણવ સમાજ રાજકોટના પ્રમુખ સ્‍થાને, મુંબઈના ઓલ ઇન્‍ડિયા વણિક સમાજના ઉપપ્રમુખ પદે, રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશનના સેક્રેટરી પદે, સેરેનીટી ગાર્ડન લાફિંગ ક્‍લબના સેક્રેટરી પદે,ᅠ રાજકોટ મશીનરી ડિલર્સᅠ એસોસિએશનના સેક્રેટરી પદે, ત્રિમૂર્તિ ચેરીટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી પદે , ભાડલા વૈષ્‍ણવ સમાજના ટ્રસ્‍ટી પદે, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમᅠ ઢોલેરાના એડવાઈઝરી કમિટી મેમ્‍બર,ᅠ અમદાવાદ સમસ્‍ત વૈષ્‍ણવ મણિક પરિવારના ઝોન પ્રમુખ અને રાજકોટ જિલ્લાના કન્‍વીનર પદે, રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ ઇન્‍ડસ્‍ટ્રીઝના આમંત્રિત કમીટી મેમ્‍બર, પટેલ કુળદેવી મંદિર જસદણના ટ્રેઝરર પદે,ᅠ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટના મેમ્‍બર પદે, વાલુડીના વિવાહ આયોજનમાં કોર કમિટી મેમ્‍બર પદે તથા આ સંસ્‍થામાં કમિટી મેમ્‍બર તરીકે સેવા આપી રહ્યા છે.ᅠ ફેડરેશન મોઢવણિક સમાજ મુંબઈ, શ્રીમતી હીરાબેન ચંદુલાલ પટેલ વિદ્યાલય જસદણ, વિવેકાનંદ યુદ્ધ ક્‍લબ રાજકોટ, એનજીઓ ફેડરેશન ઓફ રાજકોટ, થેલેસોમિયા જનજાગૃતિ અભિયાન સમિતિ રાજકોટ, ગ્રાહક સુરક્ષા સંગઠન રાજકોટ સહિતની સંસ્‍થાઓમાં કમિટી મેમ્‍બર તરીકે સેવા આપી રહ્યા છે. ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ અમદાવાદના મેમ્‍બર છે. આ ઉપરાંત જુદી-જુદી ૧૯ સંસ્‍થાના પૂર્વ હોદ્દેદાર રહી ચૂક્‍યા છે. છેલ્લા દશ વર્ષમાં ૨૧ થી વધારે વિશિષ્ટ સન્‍માન અશ્વિનભાઈ પટેલને મળેલા છે. ૨૦૧૬ માં મોઢᅠ વણીક યુવા ગ્રુપ દ્વારા જ્ઞાતિ સેવા રત્‍ન એવોર્ડ તેમજ મોઢ વણિક સમાજ ટ્રસ્‍ટ મુંબઈ દ્વારા જ્ઞાતિ સેવા સમર્પણ રત્‍ન એવોર્ડ ૨૦૨૦ અશ્વિનભાઈને મળેલો હતો  મો.નં. ૯૮૨૫૧ ૯૫૯૫૫ ઉપર શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે

(2:13 PM IST)