<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

હનુમાનજીનાં ઉપાસક દીનેશભાઈ સવસાણીનો કાલે જન્‍મદિવસ

રાજકોટઃ કાલે તા.૭નાં રોજ દીનેશભાઈ પરસોતમભાઈ સવસાણીનો જન્‍મદિવસ છે.  દીનેશભાઈ  પ૨ વર્ષ પૂર્ણ કરી પ૩ વર્ષમાં પ્રવેશ કરશે. મદદનીશ શિક્ષક તરીકે જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાના રાફુદડ ગામે ફરજ બજાવે છે.  તેઓ સંગીત શિક્ષા વિશારદ છે તથા તેઓ સંપૂર્ણપણે બ્‍લાઈન્‍ડ તથા અપરિણત છે. દીનેશભાઈ સવસાણી છેલ્લા ઘણા વર્ષોથી ૧૧૧ હનુમાન ચાલીસાનાં પાઠ રાજકોટ, સૂરત, જામનગર, ધ્રોલ, જુનાગઢ ભાવીકો દ્વાારા બોલાવવામાં આવતા કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિનાં આખી રાત, કોઈ પણ જાતનું ભોજન, પાણી લીધા વિના હારમોનીયમ વગાડતા વગાડતા અલગ અલગ રાગમાં કરાવે છે. તેઓનાં રાજકોટ, જામનગર, સોેરાષ્‍ટ્ર, ગુજરાત, ભારત જ નહી બલ્‍કે વિદેશમાં ભકતો અને  ભાવીકો તેમની સાથે મોબાઈલ દવારા સંપર્કમાં રહી પ્રભુભકિત તથા ધર્મચીંધ્‍યા માર્ગે આગળ વધતા રહે છે. હનુમાન દાદાના આશીર્વાદથી તેમની છઠઠી ઈન્‍દ્રીય ડેવલ્‍પ છે.  બહુ જ સારા જ્‍યોતિષી છે. ગીતાજીનાં દરેક શ્‍લોક પૂર્ણપણે કંઠસ્‍થ છે.  આજનાં દિવસે તેમનાં મોબાઈલ નંબર ૯૯૧૩ર૯૯૬પ૪  ઉપર ભાઈ-બહેનો તથા મિત્રવર્તુળ તરફથી શુભેચ્‍છાવર્ષા થઈ રહી છે.(

(4:18 PM IST)